સોના ચાંદીની ચમક નરમ પડી, મુંબઈમાં ઘટીને આટલા થયા 24 કેરેટ સોનાના ભાવ, જુઓ લેટેસ્ટ રેટ

by kalpana Verat
Gold rate today hits 5-week low on US Fed rate hike concern 

News Continuous Bureau | Mumbai

હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તથા જ્યારથી બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી સોનાના ભાવમાં ઉતાર ચઢાવ નોંધાઈ રહ્યો છે. દરમિયાન આજે યુએસ ડૉલરની મજબૂતી અને ફેડ દ્વારા દરમાં વધારાના ભય વચ્ચે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવ દબાણ હેઠળ ટ્રેડ થયા.  આજે સવારે 11.15 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 0.12 ટકાના ઘટાડા સાથે 56,145 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 0.37 ટકા વધીને 65,505 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક મિશ્ર સંકેતો વચ્ચે સોનાએ બજેટ પછી નવી 58,660ની સપાટીને સ્પર્શીને તેની નવી રેકોર્ડ કિંમત બનાવી છે.

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે આજના સામાન્ય ઘટાડા છતાં સોનું તેની રેકોર્ડ કિંમત કરતાં 2515 રુપિયા સસ્તું મળી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Meta Vs Twitter : મેટા અને ટ્વિટરની વેરિફિકેશન સર્વિસમાં શું છે ખાસ, બંને કેવી રીતે પડે છે અલગ, સમજો દરેક જરૂરી વાત.

ભારતમાં 21 ફેબ્રુઆરી, 2023 ના રોજ શહેર મુજબ સોનાની કિંમત 22k

શહેર                      22k                         24k     

ચેન્નાઈ –             રૂ. 52,700               57,500

મુંબઈ –              રૂ. 52,000               56,730

દિલ્હી –              રૂ. 52,150               56,880

કોલકાતા –          રૂ. 52,000               56,730

બેંગ્લોર –            રૂ. 52,050               56,780

પુણે –                 રૂ. 52,000              56,730

વડોદરા –            રૂ. 52,050              56,780

અમદાવાદ –        રૂ. 52,050              56,780

નાગપુર –            રૂ. 52,000              56,730          

સુરત –               રૂ. 52,050              56,780  

નાસિક –             રૂ. 52,030             56,760

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે ની બરાબરની માઠી બેઠી.. પાર્ટીનું નામ અને ચિન્હ બાદ હવે આ વસ્તુ પણ તેમના હાથમાંથી ગઈ,  શિંદે જૂથે જમાવ્યો કબ્જો..

Join Our WhatsApp Community

You may also like