Site icon News Continuous Bureau | Mumbai

Gold and Silver: સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક બ્લાસ્ટ! અમેરિકાના એક નિર્ણયે કિંમતો આસમાને પહોંચાડી, જાણો આજનો ભાવ

Gold and Silver: ટ્રેડ ડીલની જાહેરાત બાદ ચાંદીમાં કિલો દીઠ ૨૦ હજાર અને સોનામાં તોલા દીઠ ૪,૫૦૦ રૂપિયાનો વધારો; રોકાણકારોમાં ભારે ગભરાટ અને ઉત્સાહનો માહોલ.

Gold and Silver Prices Surge: Silver jumps over ₹6,500 on MCX; check today's latest rates in Ahmedabad and Mumbai.

Gold and Silver Prices Surge: Silver jumps over ₹6,500 on MCX; check today's latest rates in Ahmedabad and Mumbai.

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર કરારની અસર માત્ર શેરબજાર પર જ નહીં, પરંતુ કિંમતી ધાતુઓના બજાર પર પણ જોવા મળી છે. અમેરિકાએ ટેરિફમાં કાપ મૂકતાની સાથે જ મંગળવારે સવારે કોમોડિટી માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં આસમાની ઉછાળો જોવા મળ્યો છે. નિકાસકારોને મળેલી રાહત અને ડોલર સામે રૂપિયાના બદલાતા મૂલ્યને કારણે બજારમાં આ મોટી હિલચાલ જોવા મળી રહી છે.

Join Our WhatsApp Channel

ચાંદીમાં એક જ દિવસમાં ૨૦ હજારનો ઉછાળો

વાયદા બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં ભયાનક તેજી જોવા મળી હતી. એક કિલો ચાંદીનો ભાવ અંદાજે ૨૦,૦૦૦ રૂપિયા જેટલો વધી ગયો છે. આ ઉછાળા સાથે હવે એક કિલો ચાંદીનો ભાવ ૨.૫૦ લાખ રૂપિયા ને પાર પહોંચી ગયો છે. ચાંદીમાં આવેલી આ ઐતિહાસિક તેજીને કારણે ઘરેણાં ખરીદનારાઓ માટે મુશ્કેલી વધી શકે છે, પરંતુ રોકાણકારો માટે આ સુવર્ણ તક સાબિત થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : BMC Cleanliness Rules: મુંબઈમાં ગંદકી કરનારા સામે BMCની લાલ આંખ, નવી સ્વચ્છતા નિયમાવલી હેઠળ દંડની રકમમાં ધરખમ વધારો

સોનાના ભાવમાં પ્રતિ તોલા ૪,૫૦૦ નો વધારો

સોનાના ભાવમાં (Gold Rate) પણ ચાંદીની જેમ જ તેજીનો કરંટ જોવા મળ્યો છે. આજે બજાર ખુલતાની સાથે જ સોનું પ્રતિ ૧૦ ગ્રામ (એક તોલા) ૪,૫૦૦ રૂપિયા મોંઘુ થયું છે. આ વધારા સાથે હવે ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧,૪૮,૦૦૦ રૂપિયા ના સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં જોવા મળતી અસ્થિરતા બાદ આ એક મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે.

ટ્રેડ ડીલ અને તેલ વિવાદની અસર

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર ટેરિફ ૨૫% થી ઘટાડીને ૧૮% કરવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ આ નિર્ણય બદલ ટ્રમ્પનો આભાર માન્યો છે. જોકે, આ ડીલમાં કેટલાક વિરોધાભાસ પણ જોવા મળી રહ્યા છે, જેમ કે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવી અને અમેરિકા પાસેથી તેલ લેવું. આ વૈશ્વિક ભૌગોલિક-રાજકીય હિલચાલ અને વેપાર કરારને કારણે બજારમાં સેન્ટિમેન્ટ મજબૂત થયું છે, જેની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી રહી છે.

  India Nepal Financial Package – ભારતની પડોશી ધર્મની મોટી પહેલ! PM મોદીએ નેપાળને ₹24,000 કરોડના પેકેજની કરી જાહેરાત, વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ગદગદ
 Godhra Train Burning Convict Sentence Suspended – સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેનકાંડના દોષિતની આજીવન કેદની સજા સસ્પેન્ડ કરી, આપ્યુ આ કારણ; સરકારે કહ્યું- ‘વાંધો નથી’ 
 Indian Stock Market Crash – શેરબજારમાં ભૂકંપ… એક જ ઝટકામાં ₹૫ લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ   ડે-હાઈથી ૧,૮૦૦ પોઈન્ટ ક્રેશ
  India Third in Asia Power Index – એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત ત્રીજા સ્થાને; જાપાન, રશિયા અને પાકિસ્તાનને પછાડ્યા
Exit mobile version