Site icon News Continuous Bureau | Mumbai

અર્થતંત્ર ફરી પાટે ચઢી રહ્યાના સંકેત! GST કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો, સતત ત્રીજા મહિને કર્યો આટલા લાખ કરોડનો આંકડો પાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 01 ઓક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

જીએસટી રેવન્યુ કલેક્શનમાં ફરી એકવાર જબરદસ્ત ઉછાળો આવ્યો છે. 

સપ્ટેમ્બર 2021માં કુલ GST રેવન્યુ કલેક્શન 1 લાખ 17 હજાર કરોડ રૂપિયા છે. 

સરકારી ડેટા અનુસાર, સપ્ટેમ્બર મહિનાના કુલ સંગ્રહમાં CGST 20,578 કરોડ, SGST 26,767 કરોડ, IGST રૂ. 60,911 કરોડ અને સેસ રૂ. 8,754 કરોડનો સમાવેશ થાય છે. 

આ સંગ્રહ ગયા વર્ષના સમાન મહિનામાં GSTની આવક કરતાં 23 ટકા વધારે છે. 

GST કલેક્શન વધવા પાછળ મહત્વનું કારણ છે કે આર્થિક વૃદ્ધિ અને ટેક્સ ચોરી પર પ્રતિબંધ. 

ખાસ કરીને નકલી બિલ ઉત્પાદકો સામે કાર્યવાહી થતા GST કલેક્શનમાં વધારો થયો છે. આ સાથે આગામી મહિનાઓમાં પણ GST કલેક્શન મજબૂત રહે તેવી શક્યતા છે.

આ સતત ત્રીજો મહિનો છે જ્યારે કલેક્શન 1 લાખ કરોડનો આંકડો પાર કરી ગયો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઓગસ્ટ 2021માં GSTની કુલ આવક 1,12,020 કરોડ રૂપિયા હતી. 

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version