Site icon News Continuous Bureau | Mumbai

વાહ! ગુજરાતીઓને કોઈ ના પહોંચે, ટેક્સ ચૂકવવામાં પણ અગ્રેસર, 41 ટકા એડવાન્સ ટેક્સ ચૂકવ્યો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

એશિયાના ટોચના ધનાઢ્યોમાં ભારતના બે ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ વેપાર-ધંધા સહિત દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, તેમ ટેક્સ ભરવામાં પણ ગુજરાતીઓને કોઈ પહોંચે એમ નથી. ચાલુ વર્ષમાં ગુજરાતમાં 41 ટકા વધારે એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

કોરોના મહામારીમાં ઉદ્યોગ ધંધાને મોટા પ્રમાણમાં અસર થઈ છે, પણ તેની અસર ભારતના ટોચના ઉદ્યોગ ગૃહોને થઈ હોય એવું જણાતું નથી. તેમ  ટેક્સ ચૂકવવામાં પણ ગુજરાતના ઉદ્યોગગૃહો અને ગુજરાતી ઉદ્યોગપતિઓ અગ્રેસર રહ્યા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ના જણાવ્યા મુજબ  ચાલુ વર્ષમાં 41 ટકા વધારે એડવાન્સ ટેક્સ ચૂકવવામાં આવ્યો છે. ગત વર્ષથી 10 હજાર કરોડ વધુ છે. એટલે કુલ 61,800  કરોડ રૂપિયાના ટાર્ગેટ સામે 68,900  કરોડ રૂપિયા ટેક્સ પેટે ચૂકવ્યા છે.

આ સમાચાર પણ વાંચો : નાના વેપારીઓને રાહત. ટેક્સ ભરવાથી ચૂકી ગયેલા વેપારી માટે ઠાકરે સરકારે જાહેર કરી અભય યોજના, આટલા ટકા ટેક્સ માફ કરાશે.. જાણો વિગતે

સૌથી વધુ એડવાન્સ ટેક્સ ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ અને સોફ્ટવેર સેકટરમાંથી આવ્યો છે. ઈન્કટેક્સને ગત વર્ષે 26,300 કરોડ રૂપિયાના એડવાન્સ ટેક્સ સામે વર્ષ 2021-22માં 37,000 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ મળ્યો છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા ટાર્ગેટ કરતા 50 ટકા વધુ ટેક્સ છે. આ વર્ષે ઈન્કમટેક્સ કલેક્શનનો આંક 72 હજાર કરોડ રૂપિયાને પાર કરશે એવો અંદાજ છે.

ગુજરાતમાં ઇન્કટેક્સ ચૂકવવામાં પાંચ સેક્ટર મોખરે રહ્યા છે, જેમાં ફાર્માસ્યુટિકલ 11 ટકા, કેમિકલ 10 ટકા, સોફ્ટવેર 21 ટકા, મશીનરી મેન્યુફેક્ચરિંગ પાંચ ટકા અને ટેક્સટાઈલ પાંચ ટકા એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે.

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version