ભારતી એરટેલે (Bharti Airtel) તેના 28-દિવસના મોબાઈલ ફોન (Mobile Recharge plan) સર્વિસ પ્લાનની ન્યૂનતમ રિચાર્જ કિંમતમાં 57 ટકાનો વધારો કર્યો છે. જો કે આ વધારો હરિયાણા (Haryana) અને ઓડિશા (Odissha) માટે કરવામાં આવ્યો છે. કંપનીની વેબસાઇટ અને નિષ્ણાંતો દ્વારા માહિતી સામે આવી છે. કંપનીએ તેનો 99 રૂપિયાનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન (Cheapest recharge plan) બંધ કરી દીધો છે, જે 2.5 પૈસા પ્રતિ સેકન્ડના દરે 200MB ડેટા અને કૉલ્સ ઑફર કરે છે. હરિયાણા અને ઓડિશામાં હવે 155 રૂપિયાનો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે, જેમાં અનલિમિટેડ કૉલિંગ, 1 જીબી ડેટા અને 300 એસએમએસ મળશે.
આ સ્કિમ સમગ્ર ભારતમાં લાગુ કરી શકાય છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપનીએ આ પરીક્ષણ ટ્રાયલ તરીકે શરૂ કરી છે, અને તેના પરિણામના આધારે તેને સમગ્ર ભારત (India) માં લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સાથે, 155 રૂપિયાથી ઓછી કિંમતના તમામ SMS અને ડેટા પ્લાન 28 દિવસ માટે બંધ થઈ શકે છે. મતલબ કે ગ્રાહકોને હવે માસિક પ્લાન (Monthly plan) માં પણ SMS સેવા મેળવવા માટે 155 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. કંપનીએ આ મુદ્દે ભારતી એરટેલને મોકલેલા ઈમેલનો જવાબ આપ્યો ન હતો.
આ સમાચાર પણ વાંચો: લોકોને વર્ષો સુધી લહેજતદાર પીણું પીવડાવનારા એવા ‘રસના’ કંપનીના સ્થાપક આરીઝ ખંભાતાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું.
શું એરટેલ ફરીથી 99 પ્લાન લાવી શકે છે?
ICICI Securities જણાવ્યું હતું કે, Bharti Airtelએ હરિયાણા અને ઓડિશા સર્કલ માટે માર્કેટ ટેસ્ટિંગ ટેરિફમાં વધારો કર્યો છે. જેનાથી તેના અનુમાનમાં મોટું જોખમ ઉમેરાયું છે.
ICICI Securitiesના રિસર્ચ એનાલિસ્ટ સંજેશ જૈન અને આકાશ કુમારે તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, જૂના રૂ. 99ના રિચાર્જમાં 28 દિવસ માટે રૂ. 99 ટોકટાઈમ વેલ્યુ અને બહુ ઓછો ડેટા હતો. તેનાથી વિપરીત, 155 રૂપિયાના મિનિમમ રિચાર્જમાં અનલિમિટેડ વૉઇસ, 1 GB ડેટા અને 300 SMS ઉપલબ્ધ છે. આ માટે, મિનિમમ રિચાર્જ વેલ્યુમાં 57% જેટલો વધારો કરવામાં આવ્યો છે અને આ ગ્રાહક સેગમેન્ટ માટે છે જ્યાં કિંમત ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ સમાચાર પણ વાંચો: UPI ટ્રાન્ઝેક્શન લિમિટ થશે નક્કી થશે, GooglePay અને PhonePayને થઇ શકે નુકસાન
Join Our WhatsApp Community