Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વની સૌથી મોટી સીમેન્ટ ઉત્પાદક કંપની ભારતમાંથી વિદાય લેશે. એક સમયે તેના એક શેરની કિંમત 12000 રૂપિયા હતી. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

વિશ્વની સૌથી મોટી સીમેન્ટ ઉત્પાદક હોલસીમ ગ્રૂપ ભારત(India)ની બજારમાં પ્રવેશ્યાના સત્તર વર્ષમાં જ વિદાય લેવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે. આ કંપનીએ તેના ટ્વીન લિસ્ટેડ આર્મ્સ અંબુજા સિમેન્ટ(Ambuja cement) અને એસીસી લિમિટેડને મુખ્ય બજારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વૈશ્વિક વ્યૂહરચનાના ભાગરૂપે વેચાણ માટે મૂક્યા હોવાનું બજારના સૂત્રોનું કહેવું છે.

Join Our WhatsApp Channel

એવું માનવામાં આવે છે કે હોલસીમે JSW અને અદાણી ગ્રૂપ(Adani Group) સાથે પ્રારંભિક તબક્કામાં વાટાઘાટો કરી હતી. આ બંને કંપની સિમેન્ટ સેક્ટરમાં તાજેતરના પ્રવેશ્યા છે અને આગળ વધવાની આક્રમક યોજના ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો  : વારંવાર ઉપર-નીચે દોડતા શેરબજારને વિસામો મળ્યો. આજથી આટલા દિવસ માટે શેર બજાર બંધ…

જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી સિમેન્ટ જેવા પ્રાદેશિક સિમેન્ટ ઓપરેટરોને પણ ફીલર મોકલવામાં આવ્યા છે. વૈશ્વિક સિમેન્ટ કંપનીઓ કે જેઓ લાંબા સમયથી ભારતમા પ્રવેશવા માગે છે તેઓને પણ આમા રસ હોવાનું જાણવા મળ્યું છે. કારણ કે અંબુજા અને ACC બંનેનો કબજો લેવાથી કોઈપણ કંપની વાર્ષિક 66 મિલિયન ટનના વેપાર સાથે ભારતમાં સિમેન્ટ ક્ષેત્રમાં બીજા સ્થાને ઓટોમેટિક આવી જશે.

સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત હોલસીમ કે જેણે 2015માં ફ્રેંચ હરીફ લાફાર્જ સાથે વૈશ્વિક સ્તરે મર્જ કરીને મેગા કંપની LafargeHolcim  બનાવી હતી.  એક સમયે તેના શેરની કિંમત 1200ની આસપાસ રહેતી હતી. 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version