Site icon News Continuous Bureau | Mumbai

વોડાફોન-આઇડીયાએ કરી મોટી ઘોષણા, નામ બદલીને કરી નાંખ્યુ ‘VI’, લોન્ચ કર્યો નવો લોગો

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

07 સપ્ટેમ્બર 2020 

મર્જર થયાના લગભગ બે વર્ષ પછી, વોડાફોન આઈડિયા કંપનીએ તેનું નવું નામ જાહેર કર્યું છે. વોડાફોન આઇડિયા હવે VI તરીકે ઓળખાશે. વીનું આખું નામ વોડાફોન ઇન્ડિયા લિમિટેડ છે. આપને જણાવી દઈએ કે જિયોના આગમન પછી બનેં કંપનીઓ એકબીજામાં મર્જ થઇ ગઇ હતી. વોડાફોન અને આઈડિયાએ મર્જર થયાનાં ત્રણ વર્ષ બાદ બ્રાન્ડ નેમ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો છે. મર્જર બાદ પણ અત્યાર સુધી બંન્ને કંપનીઓ પોત-પોતાના નામથી કામ કરી રહી હતી, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ આ નિર્ણય મંદીનાં સમયમાં ઘટી રહેલાં ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કર્યો છે. 

નવા નામની ઘોષણા અંગે સીઇઓ રવિન્દર ટકકરે બ્રાન્ડ નેમ લોન્ચ કરતા કહ્યું હતું કે વોડાફોન આઇડિયાનું વિલય બે વર્ષ પહેલા થયું હતું. ત્યારથી બનેં મોટા નેટવર્ક, અમારા લોકો, અને પ્રોસેસ એકીકરણની દિશામાં કામ કરી રહ્યા હતા. આ એક મહત્ત્વનું પગલું છે એની સાથે જ એકીકરણની પ્રક્રિયા પુરી થઇ છે.  હવે નવી શરૂઆતનો સમય આવી ગયો છે. નવા નામની ઘોષણા સાથે, કંપનીએ તેની ટેરિફ યોજનામાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ કિંમતોમાં વધારો કરવાનો સંકેત આપ્યો છે.

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version