News Continuous Bureau | Mumbai
ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે (બુધવારે) બજાર સતત ચોથા સત્રમાં લાલ નિશાનમાં બંધ થયું હતું. જોકે તેની અસર ભારતના ઈક્વિટી માર્કેટ પર પડી છે. બ્રિટેન હવે ભારતને પછાડીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું ઇક્વિટી માર્કેટ બની ગયું છે. નવ મહિનામાં પહેલીવાર બ્રિટને આ મામલે ભારતને પછાડ્યુ છે. યુકેની પ્રાઈમરી લિસ્ટિંગ્સનું સંયુક્ત માર્કેટ કેપ મંગળવારે 3.11 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું હતું, જે ભારતના મુકાબલે 5.1 અબજ ડોલર વધુ છે.
મીડિયામાં પ્રકાશિત બ્લુમબર્ગના રિપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે બ્રિટિશ ચલણ પાઉન્ડ સ્ટર્લીંગની નબળાઈને કારણે તેને નિકાસ વધારવાની મદદ મળી રહી છે. પરિણામે શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના ભાવ ઉંચકાયા છે. મંગળવારે બ્રિટિશ શેર બજાર બંધ થયુ ત્યારે બ્રિટનનું માર્કેટ કેપિટલાઇઝેશન 3.11 ટ્રિલિયન ડોલરનું રહ્યું હતું. જે ભારત કરતા પાંચ અબજ ડોલર વધુ છે.
આ સમાચાર પણ વાંચો : લો બોલો, મહાઠગ સુકેશ જેલમાં પણ જીવે છે લક્ઝુરિયસ લાઈફ, સેલમાં દરોડા પડતા જ ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો.. જુઓ વિડીયો
ઉલ્લેખનીય છે કે દુનિયામાં સૌથી મોટું 44 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે અમેરિકા નંબર-વન છે જયારે 11.1 ટ્રિલિયન ડોલરના માર્કેટ કેપ સાથે ચીન બીજા સ્થાને છે. 2023 માં અત્યાર સુધીમાં ભારતીય સેન્સેકસ 2.3 ટકાનો ઘટાડો સુચવી રહ્યો છે. જ્યારે બ્રિટનના ફુન્શી ઈન્ડેક્સ 5 ટકાની તેજી દર્શાવે છે.