News Continuous Bureau | Mumbai
ભારતનો ફુગાવો ઓક્ટોબર, 2022માં 6.77 ટકાથી વાર્ષિક ધોરણે નવેમ્બરમાં 5.88 ટકાના 11 મહિનાના નીચા સ્તરે આવી ગયો છે. ફુગાવો અગાઉના મહિનામાં 0.80 ટકાની વૃદ્ધિ સામે 0.11 ટકા ઘટ્યો હતો.
આ ઘટાડાનું કારણ ખાદ્યપદાર્થોના ભાવમાં થયેલો ઘટાડો કારણભૂત છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફુગાવો જે સેક્ટર ને ધ્યાનમાં રાખીને માપવામાં આવે છે તેમાં 40 ટકા હિસ્સો ખાદ્ય પદાર્થો નો છે.
શાકભાજીના મોંઘવારી દરમાં 8.08 ટકાનો ઘટાડો થયો છે. અનાજ સેગમેન્ટ માટે ફુગાવાનો દર 12.96 ટકા હતો.
આ સમાચાર પણ વાંચો: Good Luck Sign:ઘરમાં કબૂતરનું આગમન આપે છે મહત્વનો સંકેત, જાણો તે શુભ છે કે અશુભ?
ઊંચો ફુગાવો ભારત સહિત સમગ્ર વિશ્વની મધ્યસ્થ બેંકો માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે રશિયા-યુક્રેન યુદ્ધ તેમજ પ્રાકૃતિક આપદાઓ ને કારણે વિશ્વની સપ્લાય ચેન ખોવાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે તેની તાજેતરની MPC મીટિંગમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ FY23 માટે 6.7 ટકાના ફુગાવાના અનુમાનને જાળવી રાખ્યું હતું.