News Continuous Bureau | Mumbai
LIC Dhan Varsha: આજના અનિશ્ચિત સમયમાં કોઈની સાથે ક્યારે કોઈ અપ્રિય ઘટના ઘટી જાય, તે અંગે કહી શકાતું નથી. આવી સ્થિતિમાં પરિવારના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી બની જાય છે. આજે અમે તમને સરકારની આવી જ એક યોજના વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જેમાં તમને રૂપિયાનું રોકાણ કરવા પર 10 ગણું વધુ રિટર્ન મળે છે. ચાલો તમને આ સ્કીમ વિશે વિગતવાર જણાવીએ.
જમા રકમ પર 10 ગણું રિટર્ન
સરકાર તરફથી આ યોજના જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસી ચલાવી રહી છે. આ સ્કીમનું નામ LIC ધન વર્ષા 866 યોજના (LIC Dhan Varsha Plan 866) છે. આ યોજના તમને આર્થિક અનિશ્ચિતતાઓથી રક્ષણ અને બચત બંનેનો લાભ આપે છે. આ યોજના વ્યક્તિગત, સિંગલ પ્રીમિયમ, નોન પાર્ટિસિપેટિંગ અને સિંગલ પ્રીમિયમવાળી જીવન વીમા પોલિસી છે. એટલે કે આ સ્કીમમાં પ્રીમિયમ માત્ર એક જ વાર જમા કરાવવાનું રહેશે. તેના પછી તમને નિશ્ચિત સમયગાળા દરમિયાન જમા કરવામાં આવેલી રકમના 10 ગણા સુધીનું રિટર્ન મળે છે.
કેવલ ઓફલાઈન ખરીદી શકાય છે સ્કીમ
એલઆઈસી ધન વર્ષા 866 યોજના (LIC Dhan Varsha Plan 866) લીધા પછી, જો પોલિસી ધારકનું કોઈ કારણસર મૃત્યુ થાય છે, તો તેના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે. આ પોલિસી લીધા પછી તમે જમા કરાયેલ પ્રીમિયમ કરતાં 10 ગણું વધુ જોખમ કવર મેળવવા માટે હકદાર બનો છો. ખાસ વાત એ છે કે આ સ્કીમ ઓનલાઈન ખરીદી શકાતી નથી. તમે તેને ફક્ત LIC એજન્ટ દ્વારા જ લઈ શકો છો.
આ સમાચાર પણ વાંચો:જાણવા જેવુ / UPI યુઝર્સને RBI ગવર્નરે આપી ખુશખબર, સાંભળીને કાન પર નહીં થાય વિશ્વાસ
સ્કીમ 15 વર્ષમાં જ થઈ જાય છે મેચ્યોર
આ પોલિસી (LIC Dhan Varsha Plan 866) ની પાકતી મુદત 15 વર્ષ છે. આ સ્કીમમાં કન્ઝ્યુમરને 2 વિકલ્પ આપવામાં આવ્યા છે. પ્રથમ વિકલ્પ જમા કરાવેલ પ્રીમિયમના 1.25 ગણું રિટર્ન આપે છે. એટલે કે જો તમે એકસાથે 10 લાખ રૂપિયા ચૂકવીને પોલિસી લીધી છે, તો 15 વર્ષ પછી તમને 12 લાખ 50 હજાર રૂપિયા મળશે. જો આ સમયગાળા દરમિયાન ધારકનું મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને આ રકમ મળશે.
કન્ઝ્યુમરને મળે છે 10 લાખનું રિસ્ક કવર
બીજા વિકલ્પમાં 10 ગણું જોખમ કવર મળે છે. એટલે કે 10 લાખની પોલિસી લેવા પર તમારું 1 કરોડનું રિસ્ક કવર શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં વીમા સમયગાળા દરમિયાન ધારકના મૃત્યુ પર પરિવારને 1 કરોડ રૂપિયા મળશે. ખાસ વાત એ છે કે તમે આ પોલિસી 3 વર્ષના બાળકથી લઈને 60 વર્ષની ઉંમર સુધી લઈ શકો છો. આ પોલિસી સાથે માત્ર રૂપિયા જ સુરક્ષિત નથી, પરંતુ તમે ભવિષ્યમાં આવનારી કોઈપણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે માનસિક રીતે પણ તૈયાર છો.
Join Our WhatsApp Community