ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઓગસ્ટ 2021
શુક્રવાર.
HUID, સ્ટોક ડિક્લેરેશન અને હોલમાર્ક ને અમલમાં મુકવામાં અનેક અડચણ આવી રહી છે. સરકારને સતત વિનંતી કર્યા બાદ પણ ઝવેરીઓને મચક આપતી નથી. તેથી સરકારની આ નિતી સામે દેશભરના ઝવેરીઓ ૨૩ ઑગસ્ટના સાંકેતિક હડતાળ પર ઉતરી જવાના છે.
હૉટેલ ઇન્ડસ્ટ્રીએ મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય વિરુદ્ધ ફરી બાંયો ચઢાવી, જાણો કેમ?
મહારાષ્ટ્ર પ્રદેશ સરાફા અસોસિયેશન સંઘર્ષ સમિતિના કહેવા મુજબ ઝવેરીઓ હોલમાર્કના વિરોધમાં નથી. પરંતુ એચયુઆઈડી કોઈ પણ પ્રકારે સ્વીકાર્ય નથી. વારંવાર સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરવાના પ્રયાસ કર્યા છે. પંરતુ ઝવેરીઓને થઈ રહેલી અડચણો બાબતે સરકાર સાંભળવા તૈયાર નથી. સરકારની આ પૉલિસીથી ઝવેરીઓને ભારે નુકસાન થવાનું છે. સરકાર ઝવેરીઓનું અસ્તિત્વ ખતમ કરવા માગે છે. પરંતુ પાંચ હજાર વર્ષથી ચાલી રહેલી આ ઈન્ડસ્ટ્રી કોઈ પણ રીતે ખતમ થવા દઈશું નહીં. તેથી સકારની આ પૉલિસી સામે ૨૩ ઑગસ્ટની આ સાંકેતિક હડતાળ કરવાની જાહેરાત કરવામાં આવી છે.