News Continuous Bureau | Mumbai
ભારતીય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioCinema એ તેની પ્રીમિયમ સર્વિસીસની કિંમતની જાહેરાત કરી છે. આ સાથે જ કંપનીએ મફતમાં કન્ટેન્ટ આપવાનું બંધ કર્યું છે તેમજ વૈશ્વિક એન્ટરટેનમેન્ટ કંપનીઓ સાથે બાથ ભિડાવવાનું નક્કી કર્યું છે.
રિલાયન્સના Viacom18 દ્વારા વોર્નર બ્રધર્સ સાથે કન્ટેન્ટ ડીલ કર્યાના અઠવાડિયા પછી આ પગલું આવ્યું છે , જે લોકપ્રિય HBO અને વોર્નર બ્રધર્સ ની લોકપ્રિય સીરીઝ હવે જીઓ પર આવી જશે. આ સાથે જ હેરી પોટર પણ જીઓ પર જોવા મળશે.
શનિવારે JioCinema વેબસાઇટે હોલીવુડ કન્ટેન્ટ માટે નવી પ્રીમિયમ કિંમત દર્શાવી હતી, જેમાં સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ બહુપ્રતિક્ષિત સક્સેશન સિરીઝ છે.
JioCinema ચાલુ સિઝનમાં પ્લેટફોર્મ પર IPL ક્રિકેટ ટુર્નામેન્ટને મફતમાં બતાવવા માટે લોકપ્રિય બન્યું છે . હાલ નવી કિંમત, વેબસાઇટ અનુસાર, માત્ર પ્રીમિયમ સામગ્રી માટે છે, જ્યારે મેચો મફતમાં સ્ટ્રીમ કરવાનું ચાલુ રાહેેશે.
Viacom18 એ 2023 થી 2027 દરમિયાન લગભગ $2.9 બિલિયન (લગભગ રૂ. 23,850 કરોડ) માં IPL ડિજિટલ સ્ટ્રીમિંગ અધિકારો જીત્યા, જે અગાઉ ડિઝની પાસે હતા.
JioCinema વિવિધ પ્રોડક્શન સ્ટુડિયો સાથે વાટાઘાટો કરી રહ્યું છે અને આગામી મહિનાઓમાં પ્લેટફોર્મ પર હિન્દી અને અન્ય ભાષાઓમાં ડઝનેક ટીવી શો અને મૂવી રજૂ કરવાની યોજના ધરાવે છે, રોઇટર્સે ગયા મહિને અહેવાલ આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: જિયો, એરટેલે 19.8 લાખ નવા યુઝર્સ ઉમેર્યા, વોડાફોન આઈડિયાએ 20 લાખ ગ્રાહકો ગુમાવ્યા