Site icon

JIO : જિયોનું 2G મુક્ત ભારત અભિયાન: લોન્ચ કર્યો 4G ફોન માત્ર રૂ. 999માં, મળશે ઇન્ટરનેટ, કૉલ્સ, UPI સહિત આ બધું જ.. જાણો વિશેષતા..

આ સેગમેન્ટના ગ્રાહકો સ્માર્ટફોન ખરીદી શકવા અસમર્થ હોવાથી ઓપરેટર્સ આ સેગમેન્ટનો સૌથી વધુ કસ કાઢી રહ્યા છે. આવા ગ્રાહકો માત્ર ઊંચી કિંમતોના જ સામનો નથી કરી રહ્યા પરંતુ તેઓ ડિજિટલ સેવાઓથી પણ વંચિત છે.

jio cricket plans with daily 3gb data unlimited live cricket

જિયોએ લોન્ચ કર્યા નવા ક્રિકેટ પ્લાન, આ નવા પ્લાનમાં કરાવો રિચાર્જ અને જુઓ અનલિમિટેડ લાઈવ ક્રિકેટ..

News Continuous Bureau | Mumbai

જિયો ભારત હાલના 250 મિલિયન ફીચર ફોન વપરાશકર્તાઓને ઇન્ટરનેટ સાથેના ફોન થકી સક્ષમ બનાવશે
ડિવાઇસ અને નેટવર્ક ક્ષમતા વાળા જિયો ભારત પ્લેટફોર્મથી એન્ટ્રી-લેવલના ફોન પર ઇન્ટરનેટની સેવાઓ આપી શકાય છે
રિલાયન્સ રિટેલ ઉપરાંત, અન્ય ફોન બ્રાન્ડ્સ (કાર્બનથી શરૂ કરીને) અન્ય બ્રાન્ડ્સ ‘જિયો ભારત ફોન’ બનાવવા માટે ‘જિયો ભારત પ્લેટફોર્મ’ અપનાવી રહ્યા છે
બીટા ટ્રાયલ:
પ્રથમ એક મિલિયન જિયો ભારત ફોન માટે બીટા ટ્રાયલ 7મી જુલાઈ 2023થી શરૂ થશે
લાખો ફીચર ફોન વપરાશકર્તાઓને અપગ્રેડ કરવા માટે પ્લેટફોર્મ અને પ્રોસેસીસનો વ્યાપ વિસ્તાર સુનિશ્ચિત થશે
બીટા ટ્રાયલનો વ્યાપ 6500 તાલુકાઓ પહોંચશે
કિંમત:
માત્ર ₹ 999માં, ઇન્ટરનેટ-સક્ષમ ફોન માટે સૌથી ઓછી પ્રારંભિક કિંમત
30% સસ્તો માસિક પ્લાન અને અન્ય ઓપરેટર્સના ફીચર ફોનની કિંમતોની સરખામણીમાં સાત ગણો વધુ ડેટા
અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 14 જીબી ડેટા માટે દર મહિને ₹123, વૉઇસ કૉલ્સ અને 2GB ડેટા માટે અન્ય ઑપરેટરના ₹179ના પ્લાનની સરખામણીમાં
જ્યારે ભારત પરિવર્તનશીલ જિયો ટ્રુ 5G નેટવર્ક સાથે એક તરફ 5G ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે સમાજનો એક વર્ગ એવો છે જે સંપૂર્ણ રીતે ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવામાં અસમર્થ છે.

Join Our WhatsApp Community

ભારતમાં હજુ પણ 25 કરોડ મોબાઈલ ગ્રાહકો 2G યુગમાં ફીચર ફોન સાથે ફસાયેલા છે. આ ફીચર ફોન ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડતી નથી, ખાસ કરીને એવા સમયે જ્યારે ટેક્નોલોજીનો ઉપયોગ એ એક આવશ્યકતા છે જે વ્યક્તિની આજીવિકા અને આર્થિક સુખાકારીને પણ ઉત્તેજન આપે છે. અન્ય ટેલિકોમ ઓપરેટરો કનેક્ટેડ રહેવા માટે લઘુત્તમ કિંમતમાં બે ગણાથી વધુ વધારો કરી રહ્યા છે તેની સાથે આ ફીચર ફોન વપરાશકર્તાઓ માટે આ ડિજિટલ અશક્તીકરણ અને અસમાનતા છેલ્લા કેટલાક સમયથી વધુ ખરાબ વિકટ બન્યા છે. 30 દિવસના સમયગાળા માટે મૂળભૂત વૉઇસ સેવાઓ પણ, જેની કિંમત પહેલા ₹99 હતી, હવે તેની કિંમત ₹199 છે.

આ સેગમેન્ટના ગ્રાહકો સ્માર્ટફોન ખરીદી શકવા અસમર્થ હોવાથી ઓપરેટર્સ આ સેગમેન્ટનો સૌથી વધુ કસ કાઢી રહ્યા છે. આવા ગ્રાહકો માત્ર ઊંચી કિંમતોના જ સામનો નથી કરી રહ્યા પરંતુ તેઓ ડિજિટલ સેવાઓથી પણ વંચિત છે.

ભારત ફોનની ભૂમિકા:

જિયો ભારતને દરેક ભારતીય, ખાસ કરીને જેમને સ્માર્ટફોન પોષાયા નથી તેમના સુધી ડિજિટલ સેવાઓની તાકાત પહોંચાડી તેમને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે લોંચ કરવામાં આવી રહ્યું છે.
આનાથી ખરા અર્થમાં ભારતમાં 250 મિલિયન ફીચર ફોન વપરાશકારો માટે ખરા અર્થમાં ડિજિટલ સ્વતંત્રતાનો આરંભ થશે અને તેનાથી ડિજિટલ ખાઈ પર સેતુનું નિર્માણ થશે.
હાઈ ક્વોલિટી અને પોષાય તેવા દરે ડેટા આમ આદમીની પહોંચમાં આવશે.
આ પોન એવા ફીચર્સ અને ડિજિટલ ક્ષમતાઓ પૂરી પાડશે કે જેનાથી સમાજના ભિન્ન વર્ગોને વધુ કાર્યરત રહીને વધુ હાંસલ કરવાની સુવિધા પ્રાપ્ત થશે.

આ સમાચાર પણ વાંચો:  Shahrukh Khan: શાહરૂખ ખાનની યુએસમાં સર્જરી થઈ – એક્સક્લુઝિવ

આ પ્રસંગે રિલાયન્સ જિયોના ચેરમેન શ્રી આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારતમાં આજે પણ એવા 250 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે કે જેઓ 2જીના યુગમાં જ ‘સપડાયેલા’ છે, જેઓ એવા સમયે પણ ઈન્ટરનેટના પાયાગત ફીચર્સને પ્રાપ્ત નથી કરી શકતા જ્યારે કે દુનિયા 5જીના ક્રાંતિકારી યુગમાં પહોંચી ચૂકી છે. આજથી 6 વર્ષ અગાઉ, જિયો લોંચ કરાયું હતું ત્યારે, અમે એ બાબત સ્પષ્ટ કરી દીધી હતી કે, જિયો ઈન્ટરનેટને સર્વવ્યાપી બનાવીને દરેક ભારતીય સુધી ટેકનોલોજીનો લાભ પહોંચાડવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ટેકનોલોજી હવે અમુક ચુનંદા લોકોના વિશેષાધિકાર પૂરતી મર્યાદિત નથી રહી.

નવો જિયો ભારત પોન તે દિશામાંનું વધુ એક કદમ છે. તે અત્યારે નવતર સંશોધનોની મધ્યમાં છે, અને તે એ ફલિત કરવાનું જારી રાખી રહ્યું છે કે, યુઝર્સના વિભિન્ન સેગમેન્ટ માટે અપ્રમાણસર તથા સાચા મૂલ્યને પ્રસ્થાપિત કરવાની દિશામાં અમારા ધ્યાનને પરાવર્તિત કરવાનું અર્થપૂર્ણ, વાસ્તવિક-દુનિયાની ઉપયોગિતાઓ સાથે જારી રાખશે.

જિયો ખાતે, અમે આ ડિજિટલ ખાઈને નાબૂદ કરવા માટે સાહસિક પગલાં લેવાનું જારી રાખીશું અને દરેક ભારતીયને આ ચળવળમાં જોડાવા માટે આમંત્રિત કરીશું. આપણા દેશના દરેક નાગરિકની અમે કાળજી રાખીએ છીએ, અને આપણો મહાન દેશ જે ડિજિટલ સમાજની દિશામાં વળાંક લઈ રહ્યો છે તેના લાભો દરેકેદરેક વ્યક્તિને મળે તે માટે બે કદમ આગળ જવામાં અમે બિલકુલ ખચકાટ રાખીશું નહીં.”

 

UPI Help: UPI માં હવે કોઈ સમસ્યા નહીં! NPCIનું નવું ‘UPI હેલ્પ’ AI કેવી રીતે કરશે તમારા વ્યવહારોને સરળ?
Antilia: ‘એન્ટિલિયા’ કરતાં વધુ મોંઘી અને ઊંચી! મુંબઈમાં બની રહેલી આ ગગનચુંબી ઇમારત વિશે જાણો.
Blackstone: અંબાણીની પાર્ટનર કંપની આ ભારતીય બેંકમાં ₹6,200 કરોડનો હિસ્સો ખરીદશે, ટૂંક સમયમાં થઈ શકે છે જાહેરાત
Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Exit mobile version