News Continuous Bureau | Mumbai
મોટાભાગના ગ્રાહકો રિચાર્જ કરવા માટે સસ્તા અને વધુ લાભ આપે તેવા પ્લાનની શોધમાં હોય છે. બજારમાં આવી ઘણી સસ્તી સ્કિમ ઉપલબ્ધ છે, પરંતુ આપણે મૂંઝવણમાં રહીએ છીએ અને સમજી શકતા નથી કે કયું રિચાર્જ કરવું. એટલા માટે આજે અમે તમને એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેના માટે તમને ઓછા ખર્ચમાં વધુ લાભ મળી શકે છે.
ટેલિકોમ કંપની Jio તાજેતરમાં એક એવો પ્લાન લઈને આવી છે. જ્યારે એરટેલે તેનો સૌથી સસ્તો રૂ. 99નો પ્લાન બંધ કરી દીધો છે, ત્યારે રિલાયન્સ જિયોએ તેના રૂ. 91ના પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે
Jioના આ 91 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ આપવામાં આવે છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં દરરોજ 100MB ડેટા આપવામાં આવે છે, જેની સાથે 200MB ડેટા પણ અલગથી ઉપલબ્ધ છે. એટલે કે, ગ્રાહકો પ્લાન પર દરરોજ 300MB ડેટાનો ઉપયોગ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈઃ વંદે ભારત એક્સપ્રેસમાં વિધાર્થિનીએ ગાયું દેશભક્તિ ગીત, સાંભળીને તાળીઓ પાડી ઉઠ્યાં PM મોદી, જુઓ વિડિયો..
SMS વિશે વાત કરીએ તો, આ પ્લાનમાં દરરોજ 50SMS ઉપલબ્ધ છે. અન્ય ફાયદાઓની વાત કરીએ તો, આ પ્લાનમાં Jio એપ્સની ફ્રી એક્સેસ ઉપલબ્ધ છે. તેમાં JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી એપ્સની મફત ઍક્સેસ શામેલ છે.
વેલિડિટી વિશે વાત કરીએ તો આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. હાઈ સ્પીડ ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે.
જોકે Jio રૂ. 91 નો રિચાર્જ પ્લાન બધા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ નથી. આ પ્લાનનો ઉપયોગ ફક્ત તે જ કરી શકે છે જેમની પાસે Jio ફીચર ફોન એટલે કે JioPhone છે. 91 રૂપિયાનો આ પ્લાન તે Jiophone યુઝર્સ માટે ખૂબ જ અનુકૂળ હોઈ શકે છે.