News Continuous Bureau | Mumbai
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વરિષ્ઠ નાગરિકોને મોબાઈલ પર Whatsapp દ્વારા પેન્શન સ્લિપ મોકલે છે. હવે પેન્શનધારકોને પેન્શન સ્લિપ માટે ક્યાંય જવાની જરૂર નહીં પડે. પેન્શન સ્લિપ તમને તમારા ફોનમાં Whatsapp પર ઘરે બેસીને મોકલવામાં આવશે. કસ્ટમરેએ SBI Whatsapp બેંકિંગ સર્વિસનો ઉપયોગ કરવા માટે નોંધણી કરાવવાની જરૂર છે. SBI Whatsapp સર્વિસનો લાભ કેવી રીતે લેવો તે અહીં છે.
આ રીતે તમે SBI WhatsApp સર્વિસ પર પેન્શન સ્લિપ મેળવી શકો છો
સ્ટેપ 1: WhatsApp પર +91 9022690226 પર “Hi” મોકલો. રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કર્યા પછી, તમને Whatsapp પર SBI તરફથી મેસેજીસ મળવાનું શરૂ થશે.
સ્ટેપ 2: તમને બેલેન્સ પૂછપરછ, મિની સ્ટેટમેન્ટ અને પેન્શન સ્લિપ વચ્ચે પસંદગી કરવા માટે એક મેસેજ મળશે.
સ્ટેપ 3: પેન્શન સ્લિપનો ઓપ્શન પસંદ કરો. તમને જે મહિના માટે સ્લિપની જરૂર છે તેનો ઉલ્લેખ કરો. આ પછી તમારા Whatsapp પર પેન્શન સ્લિપ આવશે.
અમેરિકામાં વેચાશે પાકિસ્તાની દૂતાવાસની ઇમારત, ભારતે લગાવી બીજા નંબરની સૌથી વધુ બોલી
આ સર્વિસ Whatsapp પર પણ મળશે
એકાઉન્ટ હોલ્ડર તેમના ખાતાની બેલેન્સ એટલે કે મિની સ્ટેટમેન્ટ Whatsapp પર પણ લઈ શકે છે. જો કે, આ માટે યુઝર્સે 7208933148 પર “WARG” અને બેંક એકાઉન્ટ નંબર મોકલીને SBI WhatsApp બેંકિંગ પસંદ કરવાનું રહેશે. એકવાર નોંધણી પૂર્ણ થઈ જાય, SBI બેંક WhatsApp પર તમામ માહિતી મોકલવાનું શરૂ કરશે. તમે ઓપ્શન પસંદ કરીને બેંકની નવી સર્વિસનો લાભ લઈ શકશો.