News Continuous Bureau | Mumbai
ઉનાળાની ગરમીની શરૂઆત થતાં જ લીંબુની માંગમાં વધારો થયો છે. શરબત વિક્રેતાઓ તેમજ રસવંતી ગૃહ સંચાલકો તરફથી લીંબુની માંગમાં વધારો થયો છે. જેના કારણે જથ્થાબંધ અને છૂટક બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે. છૂટક બજારમાં એક લીંબુ 3 થી 5 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.
બજારમાં લીંબુની આવક ઘટી રહી છે. માંગની સરખામણીમાં લીંબુની અછત છે અને રસવંતી ગૃહ ચાલકો અને શરબત વેચનારાઓ પાસેથી લીંબુની માંગમાં વધારો થયો છે. હાલમાં લીંબુની આવક ઓછી છે અને છેલ્લા દસ દિવસમાં જથ્થાબંધ બજારમાં લીંબુના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થયો હોવાનું લીંબુના વેપારીઓનું કહેવું છે.
આ સમાચાર પણ વાંચો : ઉનાળો વહેલો! મધ્ય ફેબ્રુઆરીને બદલે મહિનાના પ્રારંભથી જ પારો ઉંચકાવા લાગ્યો.. મુંબઈમાં આ તારીખે નોંધાયું સૌથી ઉંચુ તાપમાન
છૂટક બજારમાં એક લીંબુ ત્રણથી પાંચ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. હાલમાં રોજની દોઢ હજાર બોરી લીંબુની આવક થઈ રહી છે. દસ દિવસ પહેલા લીંબુની બે થી ત્રણ હજાર બોરીઓ આવી રહી હતી. વેપારીઓના જણાવ્યામુજબ લીંબુની એક બોરીનો ભાવ 400થી 1400 રૂપિયા છે.
દસ દિવસ પહેલા છૂટક બજારમાં પાંચ લીંબુ દસ રૂપિયામાં ખરીદી શકાતા હતા. ઉનાળાની ગરમી વધી હોવાથી લીંબુની માંગમાં વધારો થયો છે અને હાલમાં એક લીંબુનો છૂટક બજારમાં રૂ.3 થી 5નો ભાવ મળી રહ્યો છે. આગામી દિવસોમાં લીંબુની માંગ અને ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે.