Sunday, April 2, 2023

ઘરે બેસીને લઇ શકો છો LICની 11 સર્વિસનો બેનિફિટ, બસ કરી લો માત્ર રજિસ્ટ્રેશન

શું તમે ઘણીવાર LIC નું પ્રીમિયમ ભરવાનું અને બાદમાં લેટ ફી સાથે પ્રીમિયમ ભરવાનું પણ ભૂલી જાઓ છો. હવે આવું નહીં થાય. તમે LIC Whatsapp સેવાનો પણ બેનિફિટ લઈ શકો છો. જો તમે પણ LICના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. LIC તેના કસ્ટમરને Whatsapp પર 11 સર્વિસ આપી રહી છે

by AdminH
lic policyholders wont have to go to the office as all their work can be done through whatsapp

News Continuous Bureau | Mumbai

LIC WhatsApp Service: શું તમે વારંવાર LIC પ્રીમિયમ ભરવાનું ભૂલી જાઓ છો અને બાદમાં લેટ ફી સાથે પ્રીમિયમ ચૂકવો છો. હવે આવું નહીં થાય. તમે LIC Whatsapp સેવાનો પણ બેનિફિટ લઈ શકો છો. જો તમે પણ LICના ગ્રાહક છો તો તમારા માટે સારા સમાચાર છે. LIC તેના કસ્ટમરને Whatsapp પર 11 સર્વિસ પૂરી પાડી રહી છે. મતલબ, હવે તમને તમારા ફોન પર Whatsapp પર તમારી પોલિસી અથવા LIC સંબંધિત તમામ માહિતી મળશે. તમારે કોઈપણ માહિતી માટે LIC ઓફિસની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. હવે તેમનું તમામ કામ Whatsapp દ્વારા થશે. આ સેવા દ્વારા કસ્ટમર એલઆઈસીની કેટલીક સર્વિસનો બેનિફિટ લઈ શકશે.

આ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે

LICની આ તમામ સુવિધાઓ કસ્ટમરને Whatsapp પર મળશે.

પ્રીમિયમ પેમેન્ટ

બોનસ ઇન્ફોર્મેશન

પોલીસી સ્ટેટસ

લોન એલિજીબ્લીટી કોટશન

લોન રિપેમેન્ટ કોટશન

લોન ઇન્ટરેસ્ટ પેમેન્ટ

પ્રિમીયમ પેડ સર્ટિફિકેટ

યુલિપ – સ્ટેટમેન્ટ ઓફ યુનિટ્સ

આ સમાચાર પણ વાંચો: ઝાટકો / અદાણીને વધુ એક ફટકો, ગ્રૂપની 3 મોટી કંપનીઓ શેર બજારની દેખરેખમાં સામેલ.

LIC સેવા સાથે જોડાયેલી સેવા લેવા અથવા બહાર નીકળવા માટેની સેવા

વોટ્સએપ પર વાત કરવાની સર્વિસ

આ રીતે એક્ટિવ કરો

એલઆઈસી પોલિસીધારકો કે જેમણે તેમની પોલિસી ઓનલાઈન રજીસ્ટર કરાવી નથી તેઓએ Whatsapp સેવાનો ઉપયોગ કરવા માટે પહેલા એલઆઈસીની સત્તાવાર વેબસાઈટ પર જઈને તેમની પોલિસી રજીસ્ટર કરવી પડશે. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર LIC તરફથી Whatsapp પર મેસેજ આવશે. કસ્ટમર મોબાઈલ નંબર 8976862090 પર હેલો ટેક્સ્ટ કરીને પણ આ સેવાનો બેનિફિટ લઈ શકે છે. તમારે પહેલા આ નંબર તમારા મોબાઈલમાં સેવ કરવો પડશે. આ LICનો સત્તાવાર નંબર છે. તે પછી, તમે ઉપર જણાવેલ સેવાનો બેનિફિટ લઈ શકો છો.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous