News Continuous Bureau | Mumbai
ભારતની અગ્રણી લાર્જ ડાયામીટર એપીઆઈ પાઈપ મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક મેન ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) લિમિટેડે ગુજરાતના અંજારમાં તેમના નવા ઈઆરડબ્લ્યુ લાઈન પાઇપ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કંપનીએ નવા પ્લાન્ટમાં ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે, જેનાથી તેની પ્રોડક્ટ ઓફરિંગને વિસ્તૃત કરવામાં આવશે અને ઈઆરડબ્લ્યુ પાઈપોના ઉત્પાદનમાં પ્રવેશ કરીને ઉત્પાદનને સુવ્યવસ્થિત કરવામાં આવશે જે કંપનીના બજાર હિસ્સામાં વધારો કરશે.
કંપની પાસે બે અત્યાધુનિક ઉત્પાદન એકમો છે જેમાં 1 એકમ ગુજરાતના અંજારમાં સ્થિત છે, જે વિવિધ પ્રકારની એન્ટી-કોરોઝન કોટિંગ સિસ્ટમ્સ માટે છે તેમજ તેમાં 2 એલએસએડબ્લ્યુ લાઇન પાઇપ યુનિટ અને 2 એચએસએડબ્લ્યુ લાઇન પાઇપ યુનિટ છે. અન્ય એક એકમ મધ્યપ્રદેશના પીથમપુરમાં છે. જે કુલ 1 Mn+ MTPA ની સ્થાપિત ક્ષમતા ધરાવે છે.
નવા પ્લાન્ટના લોન્ચની જાહેરાત અંગે મેન ઈન્ડસ્ટ્રીઝ (ઇન્ડિયા) લિમિટેડના ચેરમેન ડૉ. આર સી મનસુખાનીએ જણાવ્યું હતું કે, “નવા પ્લાન્ટનું લોન્ચિંગ આપણા બધા માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ સાથે, અમે અમારા પ્રોડક્ટ મિક્સને વધારવા અને ઉદ્યોગની વધતી તકો મેળવવા માટે તૈયાર છીએ. ભારતીય ઈઆરડબ્લ્યુ પાઇપ માર્કેટ એ સૌથી ઝડપથી વિકસતા સેગમેન્ટમાંનું એક છે, જે મોટાભાગે બાંધકામ ક્ષેત્રે નવા યુગની એપ્લિકેશનો દ્વારા સંચાલિત છે. તેથી, હાઇડ્રો-કાર્બન અને સીજીડી સેક્ટરમાં કામ કરવા માટે આ પ્રોજેક્ટમાં રોકાણ એ અમારા વિકાસના આગલા તબક્કાનો એક ભાગ છે.”
આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેંકે આ બેંક પર લીધી મોટી કાર્યવાહી, લગાવ્યો 30 લાખનો દંડ, જાણો શું છે કારણ
કંપનીએ તાજેતરમાં એવી પણ જાહેરાત કરી હતી કે તેમને કોટિંગ સાથે એપીઆઈ ઉચ્ચ-ગ્રેડ લાર્જ ડાયામીટર પાઇપના સપ્લાય માટે આશરે રૂ. 1300 કરોડનો નવો નિકાસ ઓર્ડર મળ્યો છે. આ સાથે, અમલ ન કરાયેલ ઓર્ડર બુક હવે લગભગ રૂ. 2000 કરોડની છે જે છથી આઠ મહિનામાં એક્ઝિક્યુટ કરવામાં આવશે.
મેન ઈન્ડસ્ટ્રીઝ (ઈન્ડિયા) લિમિટેડ બિઝનેસ એન્વાર્યમેન્ટ અને ગ્રાહકોને કંપનીની અત્યાધુનિક ટેક્નોલોજીસ, ઉદ્યોગની કુશળતા અને અમલીકરણ ક્ષમતાઓ પરના વિશ્વાસને મજબૂત રીતે પ્રદર્શિત કરે છે. કંપની અવિરત નફાકારકતા, ડિવિડન્ડ અને પડકારજનક અને વિકસતા બિઝનેસ વાતાવરણમાં તેની તમામ નાણાકીય પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાનો અદ્વિતીય ટ્રેક રેકોર્ડ ધરાવે છે.