ડિસેમ્બરમાં ઉચ્ચ રિટેલને કારણે ઓછા નેટવર્ક સ્ટોક સાથે ઇન્ડસ્ટ્રીએ શરૂઆત કરી હતી તેવું મારુતિ સુઝુકી ઇન્ડિયાના સીનિયર એક્ઝિક્યુટિવ ઑફિસર શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું. કેટલાક OEMS દ્વારા કિંમતમાં વધારા છતાં માંગમાં સ્થિરતા જોવા મળી છે. ગત મહિને મારૂતિ સુઝુકી ઇન્ડિયાની કુલ નિકાસ 17,393 યુનિટ્સ રહી હતી જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 17,937 યુનિટ્સ રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું પણ વેચાણ 37 ટકા વધીને 64,335 યુનિટ્સ નોંધાયું છે. કંપનીએ જાન્યુઆરી 2022 દરમિયાન કુલ 46,808 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે. પેસેન્જર વાહનોનું કુલ વેચાણ 65 ટકા વધીને 33,040 યુનિટ્સ રહ્યું છે જે ગત વર્ષના સમાન સમયગાલા દરમિયાન સેમીકન્ડક્ટર્સની અછત તેમજ ક્રેશ સેન્સર્સ અને એરબેગ ECUની સપ્લાય ચેઇનમાં અડચણ છતાં યુટિલિટી વાહનોનું સ્થાનિક વેચાણ 66 ટકા વધીને 32,915 યુનિટ્સ (19,848) નોંધાયું છે. તાતા મોટર્સનું વેચાણ પણ 6.4%ની વૃદ્ધિ સાથે 81,069 યુનિટ્સ રહ્યું છે. ગત વર્ષે કંપનીનું કુલ વેચાણ 76,210 યુનિટ્સ હતું.
આ સમાચાર પણ વાંચો : આવકવેરા નિયમ 2023: શું નવા સ્લેબ તમને રૂ. 7 લાખ સુધીની આવક પરના ઝીરો ટેક્સ અંગે મૂંઝવણમાં મૂકે છે? આ ટેક્સ કોમ્પ્યુટેશન તપાસો..
Join Our WhatsApp Community