Site icon News Continuous Bureau | Mumbai

Multibagger Stock- દિવાળી પહેલા જ રોકેટ બન્યો આ શેર- બે વર્ષથી ઓછા સમયમાં જ 35 હજારને બનાવી દીધા 5 લાખ રૂપિયા

News Continuous Bureau | Mumbai

Share Market: શેર બજારમાં(stock market) ઘણા શેરો છે. તે જ સમયે આમાંના ઘણા શેર એવા છે, જેણે ટૂંકા સમયમાં રોકાણકારોને(investors) સારું રિટર્ન આપ્યું છે. આવા શેર મલ્ટિબેગર(Multibagger ) – શેર્સની શ્રેણીમાં પણ સામેલ થાય છે. તે જ સમયે શેરબજારમાં ઘણા મલ્ટિબેગર સ્ટોક્સ(Multibagger Stock-) છે, જેણે રોકાણકારોને માલામાલ કર્યા છે. આમાં એક શેર મધ્ય ભારત એગ્રો પ્રોડક્ટ્સ (Madhya Bharat Agro products) પણ સામેલ છે. મધ્ય ભારત એગ્રો પ્રોડક્ટ્સે(Madhya Bharat Agro Products) તેમના રોકાણકારોને ટૂંકા ગાળામાં સારું રિટર્ન આપ્યું છે. 

Join Our WhatsApp Channel

આટલી થઈ શેરની પ્રાઈઝ 

ગયા વર્ષ સુધી આ શેર 35 રૂપિયાની આસપાસ ટ્રેડ થતો હતો. જો કે તેના પછી શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી અને હવે આ શેર 500 રૂપિયાને પાર કરી ગયો છે. હકીકતમાં 1 જાન્યુઆરી, 2021 ના રોજ મધ્ય ભારત એગ્રો પ્રોડક્ટ્સની ક્લોઝિંગ પ્રાઈસ(Closing Price) 34.90 રૂપિયા હતી. તેના પછી આ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. તે જ સમયે ફેબ્રુઆરી 2022 માં શેરની કિંમત 100 રૂપિયાને પાર કરી ગઈ હતી. ત્યારથી રોકાણકારોએ શેરમાં સતત રૂપિયાનું રોકાણ કર્યું છે. 

આ સમાચાર પણ વાંચો: ડોલરની વધી ઊંચાઈ- રૂપિયો આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો- જાણો આંકડા

500 રૂપિયાની પાર શેર

 તે જ સમયે 19 ઓક્ટોબર 2022 ના રોજ શેરની કિંમત 505.40 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલીવાર છે જ્યારે આ શેરની કિંમત 500 રૂપિયાને પાર કરી ગઈ છે. જ્યારે મધ્ય ભારત એગ્રો પ્રોડક્ટ્સનું 52 વીક હાઈ પ્રાઈઝ અને ઓલ ટાઈમ હાઈ પ્રાઈઝ 505.40 રૂપિયા છે, જ્યારે તેની 52 વીકની લો પ્રાઈઝ 79.43 રૂપિયા છે. 

આટલી થઈ ગઈ હોત કિંમત 

આવી સ્થિતિમાં જો કોઈ રોકાણકારે વર્ષ 2021માં 35 રૂપિયા પ્રતિ શેરના દરે મધ્ય ભારત એગ્રો પ્રોડક્ટ્સના એક હજાર શેર ખરીદ્યો હોત, તો તેના માટે રોકાણકારે 35000 રૂપિયાનું રોકાણ કરવાનું હોત. તે જ સમયે હવે શેરની કિંમત 500 રૂપિયાને પાર કરી ગઈ છે. આવી સ્થિતિમાં જો 1000 શેરની કિંમત 505 રૂપિયામાં લેવામાં આવે તો તેની કિંમત 5,05,000 રૂપિયા હોત.

આ સમાચાર પણ વાંચો: દિવાળી પર ખરીદો આ ભેટ રૂ 2500થી ઓછી કિંમતમાં- એમેઝોન સેલ પર ડિસ્કાઉન્ટ

 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
December New Financial Rules – 1 ડિસેમ્બર 2026 થી મોટો ફેરફાર: ગેસ સિલિન્ડરથી લઈને લોન અને ક્રેડિટ કાર્ડ સુધી થશે મહત્વના બદલાવ!
RBI Stop Switch Feature – સાયબર ફ્રોડ સામે RBI નું નવું બ્રહ્માસ્ત્ર! લાવી રહ્યું છે ‘Stop Switch’, હવે 1 જ ક્લિકમાં બંધ થઈ જશે તમારા બેંક ખાતાના તમામ પેમેન્ટ
Exit mobile version