Site icon News Continuous Bureau | Mumbai

ઝોમેટોના ડિલિવરી બોયને ઝડપી બાઈક ચલાવવાનું પડશે ભારે- આ હોટલાઈન નંબર પર ડિલીવરી બોયની થઈ શકશે ફરિયાદ 

News Continuous Bureau | Mumbai

ઝોમેટોએ(Zomato) ડિલીવરી પાર્ટનર્સ(Delivery Partners) દ્વારા રેશ ડ્રાઈવિંગનો(rash driving) રિપોર્ટ કરવા માટે એક હોટલાઈન ફોન નંબર (Hotline phone number) શરૂ કર્યો છે. સીઈઓ દીપિંદર ગોયલે(CEO Deepinder Goyal) ટિ્‌વટર પર જાહેરાત કરી છે. ખાદ્ય વિતરણ કંપની(Food Distribution Company) ડિલિવરી બેગ(Delivery bag) રજૂ કરશે, જેમાં આવા મામલાઓને રિપોર્ટ કરવા માટેના નંબરનો ઉલ્લેખ હશે. ગોયલે ટ્‌વીટમાં જણાવ્યું હતું કે અગાઉના વચન મુજબ અમે ડિલિવરી બેગ્સ રોલઆઉટ(Delivery bags rollout) કરવાનું શરૂ કર્યું છે, જેમાં અમારા ડિલિવરી પાર્ટનર દ્વારા રેશ ડ્રાઇવિંગની જાણ કરવા માટે હોટલાઇન ફોન નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Channel

મહેરબાની કરીને યાદ રાખો – અમે અમારા ડિલિવરી પાર્ટનર્સને સમયસર ડિલિવરી કરવા માટે પ્રોત્સાહિત કરતા નથી, ન તો મોડી ડિલિવરી માટે અમે તેમને દંડ કરીએ છીએ. અમે તેમને એ પણ જણાવતા નથી કે ડિલિવરીનો અંદાજિત સમય શું છે – જાે કોઈ ઝડપે કરે છે, તો તે તેમના પર છે. કૃપા કરીને રસ્તાઓ ટ્રાફિકને સરળ બનાવવામાં અમારી મદદ કરો. ગોયલે નવી ડિલિવરી બેગની બે તસવીરો શેર કરી છે જેમાં હોટલાઇન નંબર છપાયેલ છે. રેશ ડ્રાઇવિંગના કિસ્સામાં ૮૧૭૮-૫૦૦-૫૦૦ પર કોલ કરો. 

આ સમાચાર પણ વાંચો: WhatsApp થયું અપગ્રેડ-  લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર- યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેના મલ્ટી સિટી ફૂડ અને મ્યુઝિક કાર્નિવલ ઝોમાલેન્ડની (Multi city food and music carnival of Zomaland) જાહેરાત કરી છે. આ તેની બીજી આવૃત્તિ હશે. જોમલેન્ડ ઈવેન્ટ પુણે, મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ અને કોલકાતામાં યોજાશે. ઇવેન્ટ 5 નવેમ્બરથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.

 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version