Site icon News Continuous Bureau | Mumbai

યુવાનોનું ફેવરીટ ફેશન સ્ટ્રીટ આજથી શરૂ થયું.. છ મહિનાથી બેકારીનો સામનો કરી રહેલાં દુકાનદારો ઉત્સાહી..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 સપ્ટેમ્બર 2020

ગ્રાહકોને 'કોઈપણ બ્રાન્ડ'ના પોસાય તેવા કપડા પ્રદાન કરતું મુંબઈમાં એક જાણીતું સ્થળ એટલે 'ફેશન સ્ટ્રીટ માર્કેટ'.. અહીં લેટેસ્ટ માં લેટેસ્ટ ફેશન ના કપડાં મળી રહે. જે આજે, બુધવારથી શરૂ થઈ રહ્યું છે. અહીંની દુકાનોને પાલિકા દ્વારા શરતી પરવાનગી આપવામાં આવી છે. પરિણામે, છ મહિનાથી બેકારીનો સામનો કરી રહેલા અહીંના સ્ટોલ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ફેશન સ્ટ્રીટ એ મુંબઇનું સૌથી મહત્વપૂર્ણ ટુરીસ્ટ પ્લેસ ગણાય છે.  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને ચર્ચગેટથી થોડે દૂર આવેલા આ બજારમાં યુવાનો ફેશનેબલ કપડાં ખરીદવા ઉમટે છે. અહીં મોટા બ્રાન્ડના નામ અને કપડાંની નકલ કરીને તૈયાર થયેલા કપડાં પણ ઉપલબ્ધ છે. જે અહીંની વિશેષતા છે. મહાનગરપાલિકાએ 18 માર્ચે કોરોનાને કારણે દક્ષિણ મુંબઈમાં બજાર બંધ કરવા માટેનો આદેશ જારી કર્યો હતો. ધીમે ધીમે તાળાબંધી હળવી થતાં દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. કચેરીઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો કરાયો હતો. આને ધ્યાનમાં રાખીને ફેશન માર્કેટ લાઇસન્સિંગ વેલ્ફેર એસોસિએશન દ્વારા પાલિકાને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં ફેશન સ્ટ્રીટ પર દુકાનો શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ પત્રની નોંધ લેઇ હાલ ફેશન સ્ટ્રીટની દુકાનોને શરતી મંજુરી મળી છે.

# થોડો ઇતિહાસ # 

બેરોજગારોને રોજગારી મળે તે માટે કોર્પોરેશન દ્વારા 395 લોકોને મહાત્મા ગાંધી માર્ગ ઉપર ધંધો કરવા સ્ટોલ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ધીરે ધીરે લાઇસન્સવાળા સ્ટોલની આસપાસ અનધિકૃત સ્ટોલની સંખ્યામાં વધારો થયો. તેમજ સ્ટોલ ધારકોએ ફૂટપાથ ઉપર અતિક્રમણ કરવાનું શરૂ કર્યું હતું અને આમ, ફેશન સ્ટ્રીટ કપડાની ખરીદી માટેનું મુખ્ય બજાર બની ગયું…

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version