News Continuous Bureau | Mumbai
યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈ (Unified Payments Interface) તાજેતરના વર્ષોમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ડિજિટલ પેમેન્ટ મોડ તરીકે ઉભરી આવ્યું છે. યુપીઆઈ (UPI) જેવી સુવિધા તમને ઘરે બેઠા સરળતાથી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. તેના માટે, તમારે ફક્ત UPI સપોર્ટિંગ એપ્સ જેમ કે પેટીએમ (Paytm), ફોનપે (PhonePe), ભીમ (Bhim), ગુગલ પે (GooglePay) વગેરેની જરૂર પડે છે અને બેંક એકાઉન્ટ લિંક કરવું પડે છે. શું તમે જાણો છો કે તમે કોઈપણ યુપીઆઈ એપ (UPI App) દ્વારા આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ (ICICI Credit Card) નું બિલનું ચૂકવી શકો છો.
આજે બજારમાં ક્રેડ (CRED), પેટીએમ (Paytm), મોબિક્વિક (Mobikwik), ફોન પે (Phonepe), અમેઝોન પે (Amazon Pay) જેવી ઘણી લોકપ્રિય થર્ડ પાર્ટી મોબાઇલ એપ્લિકેશન છે, જેના દ્વારા તમે તમારું ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરી શકો છો. જો કે, આ એપ્સ દ્વારા પેમેન્ટ પર સેટલમેન્ટમાં વિલંબ થઈ શકે છે. જ્યારે UPI દ્વારા પેમેન્ટ પર, તે તરત જ તમારા ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાં રિફલેક્ટ થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો: અમદાવાદમાં બનશે ફ્લાવર વેલી, નિકોલમાં ઉત્તરાખંડ-જમ્મુ-કાશ્મીર સુધી ફિલ્મોના શૂટિંગ માટે દૂર જવાની જરુર નહીં પડે
- UPI એપ દ્વારા આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડના બિલ ચુકવવાની પ્રોસેસ
- સૌથી પહેલા BHIM, Paytm, Phonepe, Amazon અથવા કોઈ યુપીઆઈ એપ્લિકેશનને ઓપન કરો
- Send Money અથવા Send Money To Anyone અથવા Transfer Money વગેરે પર ક્લિક કરો
- તેના પછી UPI ID નાખવાનો ઓપ્શન દેખાશે
- હવે UPI ID ની જગ્યા ccpay.16 Digit Credit Card Number@icici નાખો. તેને વેરિફાય કરવા પર તમારું નામ દેકાઈ ક્રેડિટ દેખાશે
- હવે યુપીઆઈ એપમાં લિંક્ડ બેંક એકાઉન્ટ દ્વારા UPI PIN નાખી પેમેન્ટ પૂર્ણ કરો
- ઉલ્લેખનીય છે કે યુપીઆઈ આવ્યા પછી હવે પેમેન્ટ કરવું ખૂબ જ સરળ થઈ ગયું છે. યુપીઆઈએ લાઈફ એકદમ સરળ બનાવી છે. રોકડ રૂપિયા રાખવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવી છે. યુપીઆઈ દ્વારા લાઈટ બિલ, મોબાઈલ બિલ વગેરેનું પેમેન્ટ કરી શકે છે.
- હવે અમાઉન્ટ નાખી Proceed પર ક્લિક કરો
Join Our WhatsApp Community