News Continuous Bureau | Mumbai
મહિલાઓ બિઝનેસમાં પણ તાકાત બતાવી રહી છે. દેશમાં મહિલાઓની માલિકી હેઠળના રજિસ્ટર્ડ એમએસએમઈ(સૂક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ)ની સંખ્યા ગત 2021-22માં બમણી (86.1%) વધી છે. ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ 1 જુલાઈ 2020થી શરૂ થયું હતું. 31 માર્ચ 2021ના રોજ તેના પર મહિલાઓની માલિકી હેઠળના રજિસ્ટર્ડ MSMEની સંખ્યા 4,89,470 હતી. તે 31 માર્ચ 2022 સુધી એક વર્ષમાં બમણા વધીને 9,10,973 થઈ ગયા.
કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણેએ તાજેતરમાં લોકસભામાં જણાવ્યું કે તેમાં 8,90,155 સૂક્ષ્મ, 20,061 લઘુ અને 757 મધ્યમ આકારના ઉદ્યમ છે. રાણેએ કહ્યું કે ગત નાણાકીય વર્ષ 2021-22માં 1,39,244 મહિલા લાભાર્થીઓને 8021,26 કરોડ રૂ.ની નાણાકીય મદદ અપાઈ. આ ગત વર્ષથી 51.5% વધુ છે. 2020-21માં 1,71,308 મહિલા લાભાર્થીઓને મંજૂર કરાયેલી નાણાકીય સહાયની રકમ 5294.01 કરોડ રૂ. હતી. મહિલાઓની માલિકી હેઠળના આ એમએસએમઈને આ નાણાકીય સહાય ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટ(CGTMSE), વડાપ્રધાન સર્જન કાર્યક્રમ(પીએમઈજીપી) હેઠળ અપાઈ હતી.
આ સમાચાર પણ વાંચો: Samsung Galaxy S22 FE: નવા વર્ષમાં લોન્ચ થશે સેમસંગનો સસ્તો ફ્લેગશિપ ફોન, મળશે 108MP કેમેરા
સ્ટેન્ડઅપ ઈન્ડિયા સ્કીમ શું ?
એસસી, એસટી અને મહિલાઓ માટે આ સ્કીમ છે. દરેક બેન્કની બ્રાન્ચે આ કેટેગરીના એક લાભાર્થીને 10 લાખથી એક કરોડ રૂ. સુધીની લોન ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.
Join Our WhatsApp Community