News Continuous Bureau | Mumbai
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના મહારાષ્ટ્ર પ્રદેશના મહામંત્રી તેમજ અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ ના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસનાના અવસર પર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને ઝેપ. ઉદ્યોગીની, કેટ, એઆઈજીજેએફ અને અન્ય સંસ્થાના સહયોગથી વર્લ્ડ ટ્રેડ સેન્ટર, મુંબઈ ખાતે 27મી જૂનથી 29મી જૂન 2023 દરમિયાન ‘એમએસએમઈ સ્ટાર્ટઅપ એક્સ્પો’ નામથી વિવિધ ક્ષેત્રના વ્યવસાયકો માટે ત્રણ દિવસીય વ્યાવસાયિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે મંગળવાર, 27 જૂન, 2023ના રોજ સવારે 11.30 વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ચેરમેન વિજય કલંત્રી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રૂપા નાઈક, કેટ ના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ, ઝેપ ઉદ્યોગિની સંસ્થાપક અધ્યક્ષા શ્રીમતી પૂર્ણિમા શિરીષ્કર, રૂપી બોસ ના શ્રી પી.એન. શેટ્ટી અને ડૉ.જી. રમેશકુમાર ઉપસ્થિત રહેશે.
આ પ્રદર્શન દ્વારા ઘણા ઉદ્યોગ સાહસિકોને નવા વેપારની તકો, સરકાર સાથે વેપાર કરવાની તક મળશે. સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ સ્કીમ, કોર્પોરેટ કંપનીઓ સાથે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, મુદ્રા લોન સ્કીમ, ફોરેન બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ, ઈમ્પોર્ટ-એક્સપોર્ટ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રદર્શનમાં મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાંથી અનેક ઉદ્યોગ સાહસિકો તેમના વ્યવસાયનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આ પ્રદર્શન નિર્માતાઓ સાથે સીધો સંપર્ક કરવાની તક પૂરી પાડશે. આ પ્રસંગે કેન્દ્રીય લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી નારાયણ રાણે દ્વારા ‘એમએસએમઈ સ્ટાર્ટઅપ એક્સ્પો’ મેગેઝિનનું વિમોચન પણ કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો: Madras High Court: પતિની અડધી મિલકત પર પત્નીનો પણ અધિકાર છે….મદ્રાસ હાઈકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
એક્સ્પોની વિશેષતાઓ માં ઉદ્યોગસાહસિકોના વ્યવસાય વિકાસ માટે જાણીતા વક્તાઓ દ્વારા માર્ગદર્શન સત્રો નું આયોજન કરવામાં આવેલ છે. મુખ્ય સત્રોમાં, ખાદીના સીઈઓ શ્રી યોગેશ ભામ્બરે ખાદી વ્યવસાયમાં વિવિધ તકો તેમજ ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે માટેની યોજનાઓ વિશે માર્ગદર્શન આપશે. ડો.રૂપી બોઝ અને જી.રમેશ કુમાર ભારતમાં એમએસએમઈ ભારત મંચની પ્રવૃતિઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે.આ સાથે ઉદ્યોગ સાહસિકો માટેની વિવિધ યોજનાઓ, મહિલા ઉદ્યોગ સાહસિકો માટેની વિવિધ યોજનાઓ અંગે સરકારના વિવિધ વક્તાઓ દ્વારા જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રની વિશેષતા એ શ્રી ગેરોનિન્હો અલ્મેડા (જેરી), આંતરરાષ્ટ્રીય સલાહકાર ઉદ્યોગસાહસિકતા અને નેતૃત્વ પર પોતાનું વક્તવ્ય આપશે.
આ ઈવેન્ટ નિમિત્તે વોટસએપ મેટા બિઝનેસ અને બ્રાન્ડ રનવે શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય એમએસએમઈ સાહસિકતા દિવસના અવસરે, 28 જૂને વિવિધ વ્યવસાય અને ઉત્પાદન ક્ષેત્રના ૨૫ વધારે લોકોને “કેટ ઉદ્યમ રત્ન” પુરસ્કારો આપવામાં આવશે.
ઝેપ ઉદ્યોગગિનીના સ્થાપક પૂર્ણિમા શિરીષ્કરે આ પ્રદર્શનમાં આવીને તેમના સાથી સાહસિકોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી છે. એવું કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ, મહારાષ્ટ્ર પ્રદેશ ના મહાસચિવ શ્રી શંકર ઠક્કર દ્વારા પ્રેસ રિલીઝમાં જણાવાયુ હતું.