Sunday, June 4, 2023

વર્ષના છેલ્લા દિવસોમાં ત્રણ ગણું ભાડું ચૂકવવું પડશે, થર્ટી ફર્સ્ટ પહેલાં જ ગોવાનું થર્ટી ફર્સ્ટ વન-વે ફલાઈટ ભાડું 10 હજારથી 14 હજારે પહોંચી ગયું

અમદાવાદ એરપોર્ટ પરથી ગોવાની પ્રતિદિન ડાયરેક્ટ પાંચ લાઇટ ઓપરેટ થાય છે. દિવાળીમાં પણ ગોવાના વન વે એરફેર 9 હજાર સુધી વસુલી મુસાફરોના ખિસ્સા ખંખેર્યા હતા. હવે ફરીથી 31 ડિસેમ્બરને લઇ એરલાઇન કંપનીઓએ ગોવાના ભાડા અધધ વધારી દીધાં છે. બીજુ કે એનઆરઆઇ સિઝન હોવાથી ફરવા અને હનીમૂન પર જનારની પણ સંખ્યા વધુ હશે ત્યારે એરલાઇન કંપનીઓએ અમદાવાદથી ગોવાની કનેક્ટિંગ ફલાઇટોના ભાડાં પણ વધારી દીધા છે.

by AdminK
One way Flight Fare To Goa Reached 10 Thousand To 14 Thousand Just Before Thirty First

 News Continuous Bureau | Mumbai

31 ડિસેમ્બર નવા વર્ષ ની ઉજવણી મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગોવા (Goa) માં મનાવશે, ત્યારે એરલાઇન કંપનીઓએ સિસ્ટમ પરથી લો ફેર હટાવી ભાડામાં વધારો (Flight fare)  કરી દીધો છે. અમદાવાદથી ગોવાનું સામાન્ય દિવસોમાં રિટર્ન ફેર 10 હજારની આસપાસ હોય છે. જે હાલમાં 40 ટકા વધારી રૂ. 14 હજાર કરી દેવાયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી ગોવાની પ્રતિદિન ડાયરેક્ટ પાંચ લાઇટ ઓપરેટ થાય છે. દિવાળીમાં પણ ગોવાના વન વે એરફેર 9 હજાર સુધી વસુલી મુસાફરોના ખિસ્સા ખંખેર્યા હતા. હવે ફરીથી 31 ડિસેમ્બરને લઇ એરલાઇન કંપનીઓએ ગોવાના ભાડા અધધ વધારી દીધાં છે. બીજુ કે એનઆરઆઇ સિઝન હોવાથી ફરવા અને હનીમૂન પર જનારની પણ સંખ્યા વધુ હશે ત્યારે એરલાઇન કંપનીઓએ અમદાવાદથી ગોવાની કનેક્ટિંગ ફલાઇટોના ભાડાં પણ વધારી દીધા છે. વિવિધ એરલાઈનની અમદાવાદથી ગોવાની 5 ફ્લાઈટ ઓપરેટ થાય છે. જેમાં ઈન્ડિગોની 3 સ્પાઈસ જેટ અને ગો-ફર્સ્ટની 1-1 ફ્લાઈટનો સમાવેશ થાય છે.

આગામી દિવસોમાં ગોવાના વન-વે એરફેરમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. કોરોનાને કારણે છેલ્લા 2 વર્ષથી થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પ્રતિબંધ હતા. આ વખતે તમામ પ્રકારના પ્રતિબંધ હટતાં ગોવા ફરવા જવાનો રસ વધુ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ટૂર ઓપરેટરોના જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા આ વખતે બેંગકોક, વિયતનામ, દુબઇનું ૩૦ ટકા વધુ બુકિંગ થયું હોવાથી મુસાફરોનો ટ્રાફિક રહેશે. અમદાવાદથી ગોવાની ફલાઇટોમાં અમુક તારીખમાં વન-વે ફેર 13 હજાર છે. જો કોઇ મુસાફર છેલ્લી ઘડીએ કે થોડા દિવસ પહેલા ગોવાની ફલાઇટ બુક કરાવશે તો વન-વે ફેર 17 હજાર ચૂકવવું પડશે. જે બેંગકોકની સમકક્ષ હશે. એટલે કે 15 ડિસેમ્બરથી અમદાવાદથી બેંગકોકની ફ્લાઇટ શરૂ થશે જેમાં રિટર્ન ફેર 25 હજારની આસપાસ છે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈવાસીઓ શુક્રવારના દિવસે સડક માર્ગે બહાર નીકળતા પહેલા વિચારી લેજો. શહેરમાં VIP મુવમેન્ટ હોવાથી આટલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહેશે.

Join Our WhatsApp Community

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous