ગૌતમ અદાણીને ઝટકે પે ઝટકા.. અદાણી ગ્રુપના હાથમાંથી વધુ એક મોટી ડીલ સરકી ગઈ

Orient Cement and Adani Power Maharashtra terminate MOU to set up cement grinding unit 

News Continuous Bureau | Mumbai

ગૌતમ અદાણી ગ્રુપને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓ સતત વધી રહી છે. તેઓ દરરોજ ભારે નુકસાનનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં એક પછી એક ડીલ પણ તેમના હાથમાંથી સરકી રહી છે. એક મહિનાની અંદર, અદાણી અબજોપતિઓની યાદીમાં બીજા સ્થાનેથી ચોથા, પછી 10મા, પછી 20મા અને પછી 25મા ક્રમે આવી ગયા છે. હવે સીકે ​​બિરલા ગ્રૂપની ફર્મ ઓરિએન્ટ સિમેન્ટ કંપનીએ અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ (APML) સાથે નોન-બાઈન્ડિંગ એમઓયુ રદ કર્યા છે. મહત્વનું છે કે આ પહેલા ડીબી પાવરે પણ અદાણી પાવર સાથે 7000 કરોડની ડીલ કેન્સલ કરી હતી. એ જ રીતે અદાણીની સરકારી કંપની પીટીસી ઈન્ડિયા સાથેની ડીલ પણ બંધ થઈ ગઈ છે.

ઓરિએન્ટ સિમેન્ટે શું કહ્યું?

ઓરિએન્ટ સિમેન્ટનું કહેવું છે કે, અદાણી ગ્રુપ આ ડીલ માટે જરૂરી ક્લીયરન્સ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે. ઓરિયન્ટ સીમેન્ટે સપ્ટેમ્બર 2021માં અદાણી ગ્રુપની સાથે એક એમઓયુની જાહેરાત કરી હતી. કંપનીએ શેરબજારને જણાવ્યું હતું કે, અદાણી પાવરએ આ ડીલને આગળ નહીં વધારવાનો અનુરોધ કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  Best Air Cooler In India: ભારતના શ્રેષ્ઠ એર કૂલર, જે ગર્મીમાં પણ આપે શિયાળાનો અહેસાસ, જૂઓ કયું છે તમારા માટે બેસ્ટ

બંને કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો

ઓરિએન્ટ સિમેન્ટે મહારાષ્ટ્રના તિરોદા  ખાતે સિમેન્ટ ગ્રાઇન્ડીંગ યુનિટ (CGU) સ્થાપવા માટે અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ સાથે કરાર કર્યો હતો. જો કે, કાયદાકીય કારણોસર તેને રોકી દેવામાં આવ્યું છે. ઓરિએન્ટ સિમેન્ટનો શેર NSE પર શેર દીઠ ₹118.00 પર બંધ થયો હતો, જે બુધવારે 1.34 ટકાના ઘટાડા સાથે હતો. તે જ સમયે, અદાણી પાવરનો શેર 5% ની નીચલી સર્કિટમાં બંધ થયો હતો.

હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે અદાણીની મુસીબતો વધી છે. તેના કારણે ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓના માર્કેટ કેપમાં 142 અબજ ડોલરનો ઘટાડો થયો છે. એ જ કારણ છે કે, ગ્રુપે હવે આક્રમક રીતે વિસ્તરણની યોજનાઓને હાલ પૂરતી અભેરાઈએ ચડાવી દેવાનું શરૂ કરી દીધું છે. હવે તે કેશ બચાવવા અને દેવું ઓછું કરવા પર ભાર આપી રહ્યું છે.