News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર હવે એકાઉન્ટમાં બ્લુટીક ( BLUETICK) ફક્ત એકાઉન્ટ પ્રોટેક્શન અને સિક્યોરિટી માટે લઈ રહ્યાં છે. જેના માટે દર મહિને 699નો ખર્ચ કરવા પણ તૈયાર થઈ ગયા છે. જોકે તે બાબત પર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ કહી રહ્યાં છે કે, બ્લુટીકનો જે પહેલા ચાર્મ હતો તે હવે નથી રહ્યો. 200થી 2000 ફોલોઅર્સ ધરાવતા લોકો પણ બ્લુટીક ખરીદી રહ્યા છે. જેથી પ્રોફાઈલની ઓથેન્ટિસિટી પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. બીજી તરફ બ્લુટીક ખરીદીને લોકો તેમના એકાઉન્ટને સેફ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તો સિટીના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ્સ કહી રહ્યાં છે કે, એક સરખા નામોમાં બ્લુટીક હશે તો તેમાં કન્ફ્યુઝન થવાના ચાન્સિસ વધી જશે. પણ પેઈડ બ્લુટીકથી એકાઉન્ટને અમુક ફાયદા પણ થઈ શકે છે.
બ્લુટીકથી એકાઉન્ટ હેક થવાની સંભાવનાઓ ઓછી થઈ શકશે
મેં હજુ સુધી મારા એકાઉન્ટ માટે બ્લુટીક નથી લીધુ. પણ બ્લુટીક એકાઉન્ટ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. જેથી ફેક એકાઉન્ટ્સની સંખ્યા ઘટી શકશે અને એકાઉન્ટ હેક થવાની સંભાવનાઓ પણ ઓછી થઈ જશે. જેમ યુટ્યુબમાં એક મિલિયન સબસ્ક્રાઈબર ધરાવતા એકાઉન્ટને હેક થયા બાદ સપોર્ટ ઝડપી મળે છે, તેમ ઈન્સ્ટાગ્રામમાં પણ સપોર્ટ ઝડપી બની શકે છે. – કુશલ મિસ્ત્રી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર
બ્લુટીકના આધારે નહી રીચ અને એન્ગેજમેન્ટના આધારે કામ મળી રહ્યું છે
બ્લુટીક લેવુ હવે કોમન થઈ ગયુ છે. જેનાથી તેનું મહત્ત્વ ઘટી ગયુ છે પહેલા બ્લુટીક લેવા માટે ખૂબ ડોક્યુમેન્ટેશન સબમીટ કરવુ પડતું હતું. જ્યારે હવે તે પેઈડ થઈ જતા એકાઉન્ટ હવે નોર્મલ આઈડેન્ટી કાર્ડ જેવુ બની ગયું છે. ઈન્ફ્લુએન્સર્સને હવે બ્લુટીકના આધારે નહીં પણ તેના એકાઉન્ટની રીચ અને એન્ગેજમેન્ટના આધારે કામ મળી રહ્યું છે. – આરતી રાજપુત, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર
બ્લુટીક લીધા પછી રિનેમ કર્યા બાદ ફરીથી એકાઉન્ટને વેરિફાય કરાવવું પડશે
પેઈડ બ્લુટીકને લીધે એકાઉન્ટની રિચમાં ઓર્ગેનિક વધારો થઈ શકે છે. એકાઉન્ટમાં એડવર્ટાઈઝમેન્ટનો ફ્લો પણ ઓછો થઈ જાય છે. હાલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જે એકાઉન્ટને લિગસી ધરાવતા બ્લુટીક હતા તેને હટાવવામાં નથી આવ્યા એટલે લિગસી અને પેઈડ બ્લુટીકને પ્રોફાઈલમાંથી ચેક કરી શકાય છે. જે એકાઉન્ટની ક્રેડિબલિટી દર્શાવે છે. પણ જો તમે એકાઉન્ટમાં બ્લુટીક લીધાબાદ તેને રિનેમ કરશો કે ફોટો ચેન્જ કરશો તો ફરીથી તમારે વેરિફિશેનની પ્રોસેસ કરવી પડશે. જેથી એકાઉન્ટની સિક્યોરિટી અને ઓથેન્ટિસિટી જોખમાતી નથી.
– મિતેષ શેઠવાલા, સીઈઓ હેશટેકી
ઈન્ફ્લુએન્સર્સના એકાઉન્ટનું ઓવરવ્યુ જોઈને જ માર્કેટિંગનું કામ અપાય છે
હવે બ્લુટીકથી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને જજ નહી કરાતા. તેમના એકાઉન્ટની રીચ અને એન્ગેજમેન્ટને આધારે જ માર્કેટિંગ કરાવનાર લોકો ઈન્ફ્લુએન્સર્સને એપ્રોચ કરે છે. હવે માર્કેટિંગ કરાવનાર પણ ઈન્ફ્લુએન્સર્સના એકાઉન્ટનું વિવિધ વેબસાઈટ્સ અને એપ્લિકેશન પર ઓવરવ્યુ કરાવીને જ કામ આપે છે. જેમાં ઈન્ફ્લુએન્સરના એકાઉન્ટને કઈ ઉંમર, જેન્ડર, એરિયા, કેટેગરી વિશે માહિતી મળે છે. – અમિશ શાહ, ડિરેક્ટર પ્રોસ્મિટ
આ સમાચાર પણ વાંચો દરરોજ સવારે પલાડેલી કિસમિસ ખાવાથી થનારા અદભુત ફાયદાઓ વિશે જાણો