Share market News : પેમેન્ટ સોલ્યુશન્સ ફર્મ પેટીએમની પેરેન્ટ એન્ટિટી One97 કોમ્યુનિકેશન્સે 12 ડિસેમ્બરે રૂ. 850 કરોડના શેર બાયબેક પ્લાનને મંજૂરી આપી હતી, જેની કિંમત રૂ. 810 પ્રતિ શેર છે.
“કંપની શેર દીઠ રૂ. 810ના મહત્તમ ભાવે રૂ. 850 કરોડ સુધીનું બાયબેક (બાયબેક ટેક્સ અને અન્ય વ્યવહાર ખર્ચ સિવાય) હાથ ધરશે, અને સ્ટોક એક્સચેન્જ પદ્ધતિ દ્વારા ઓપન માર્કેટનો માર્ગ પસંદ કર્યો છે, જે વધુમાં વધુ 6 મહિનાની અંદર પૂરું કરવામાં આવશે.” કંપનીએ આવી જાણકારી સ્ટોક એકસચેન્જને આપેલી છે.
બાય-બેક નો પ્રસ્તાવ કેવો છે?
મહત્તમ બાયબેક કિંમત અને મહત્તમ બાયબેક કદ પર, ઇક્વિટી શેરની બાયબેકની સૂચક મહત્તમ સંખ્યા 10,493,827 હશે, આની પાછળ 1048 કરોડથી વધુ રૂપિયા ખર્ચ કરવામાં આવશે એમ Paytm એ જણાવ્યું હતું. Paytm એ ઉમેર્યું હતું કે તે બાયબેક માટે “મહત્તમ બાયબેક કદ તરીકે નિર્ધારિત રકમના ઓછામાં ઓછા 50 ટકા એટલે કે રૂ. 425 કરોડ” નો ઉપયોગ કરશે.
આ સમાચાર પણ વાંચો: કોણ છે દુનિયાની સૌથી અમીર મહિલા, લિસ્ટમાં આ નામો પણ છે સામેલ
કંપનીના બોર્ડે શેર બાયબેક યોજનાની દેખરેખ અને અમલીકરણ માટે બાયબેક સમિતિની રચના કરી છે.
Join Our WhatsApp Community