News Continuous Bureau | Mumbai
Interest Rate Hike: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કર્યા બાદ બેંકો દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. RBI એ રેપો રેટમાં વધારો કરતા હવે બેંકો પણ વ્યાજ દર વધારવાની શરૂઆત કરી દેશે. જેનાથી લોન લેનારાઓના ખિસ્સા પર તેની અસર પડશે. એચડીએફસી બેંકે રેપો રેટમાં વધારો કર્યા બાદ તરત જ વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. હવે મોટી જાહેર ક્ષેત્રની બેંકો પંજાબ નેશનલ બેંક (PNB) અને બેંક ઓફ બરોડા (BoB) એ લોન પરના વ્યાજમાં 0.25 ટકા સુધીનો વધારો કર્યો છે. પીએનબી અને બેંક ઓફ બરોડાએ રિઝર્વ બેંક તરફથી રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
નવા દર 9 ફેબ્રુઆરીથી લાગૂ થયા
PNB દ્વારા શેર બજારને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, રેપો રેટ આધારિત વ્યાજ દર (RLLR) 8.75 ટકાથી 0.25 ટકા વધારીને 9.0 ટકા કરવામાં આવ્યો છે. નવા દરો 9 ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે. ફુગાવાને કાબૂમાં રાખવા માટે આરબીઆઈએ બુધવારે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરીને 6.5 ટકા કર્યો હતો. BoB એ ફંડના સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR) માં 0.05 ટકાનો વધારો કર્યો છે. બેંક ઓફ બરોડા (BoB) એ શેર બજારને જાણ કરી હતી કે નવા દર 12 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મેટ્રોની ટિકિટ હવે મળશે મોબાઈલ પર. કાગળની ટિકિટ સાચવવાની કડાકૂડથી થશે છૂટકારો. જાણો કેવી રીતે
આ રહ્યા નવા દરો
તાજેતરના વધારા સાથે, રાતોરાત લોન માટે MCLR 7.85 ટકાથી વધારીને 7.90 ટકા કરવામાં આવ્યો છે. એક મહિના માટે MCLR 8.15 ટકાથી વધારીને 8.20 ટકા કરવામાં આવ્યો છે. BoBએ ત્રણ મહિનાના સમયગાળા માટે લોન પર MCLR 8.25 ટકાથી વધારીને 8.30 ટકા કર્યો છે. તે જ સમયે, એક વર્ષના સમયગાળા માટે લોન પર વ્યાજ હવે 8.50 ટકાને બદલે 8.55 ટકા કરવામાં આવ્યું છે.
Join Our WhatsApp Community