News Continuous Bureau | Mumbai
મુંબઈ, 20મી એપ્રિલ 2023: મુંબઈમાં મેકર મેક્સિટી ખાતે 21મી એપ્રિલ 2023ના રોજ લોકો માટે પોતાના દરવાજા ખુલ્લા મુકવાની સાથે, તે આ વર્ષે બીજી ઘણી શોપ્સ ખોલવાની યોજનાનો આરંભ કરશે. મુંબઈની પ્રારંભિક શોપ એ પ્રેટની આઈકોનિક લંડન શોપ્સની પુનઃરચના છે, જેમાં 2,567 ચો. ફીટનો વિશાળ ડાઈનિંગ સ્પેસ ઉપલબ્ધ છે. આપણા શહેરમાંના તાજા ફૂડ અને ઓર્ગેનિક કોફીના ચાહકો હવે તેમના પરિવાર અથવા મિત્રો સાથે ડાઈન-ઈન કરવા અથવા તો ઝડપથી ટેક-અવે લઈ જવા માટે અહીં આવી શકે છે.
આ નવી પ્રેટ શોપ ગ્રાહકોને સ્વાદિષ્ટ અને તાજી બનાવેલી સેન્ડવિચ, બગેટ્સ, સલાડ, સૂપની વિશાળ શ્રેણી ઉપરાંત ઓર્ગેનિક કોફી, ચા, શેક્સ તથા સ્મૂધીના વૈવિધ્યસભર વિકલ્પો ઉપલબ્ધ કરાવશે.
“ભારતમાં સૌપ્રથમ પ્રેટ એ મોરે શોપનો આરંભ કરવાથી અમે રોમાંચિત છીએ. ખાદ્યસામગ્રીની તાજગી, રેસિપીની ઓથેન્ટિસિટી, અને તેની પ્રોસેસમાં કુતૂહલતા એ જ નવા ભારતીય ગ્રાહકવર્ગની વ્યાખ્યા નિર્ધારિત કરે છે. પ્રેટ એ મોરે સાથે અમારી ભાગીદારીનો ઉદ્દેશ આ કુતૂહલતાનો અમારી પેશકશ દ્વારા મહત્તમ લાભ ઉઠાવવાનો છે, જેના વિશે અમે ગર્વભેર કહી શકીએ છીએ કે – તે કોફી બિન્સના મૂળ ઉત્પાદન સ્થળની ખાતરી સાથે ખાદ્યપદાર્થમાં કોઇપણ જાતના એડિટિવ્સના ઉપયોગ નથી થયો તે સુનિશ્ચિત કરે છે. તેના થકી કોફી બીન્સના મૂળિયાને શોધવાની સુનિશ્ચિતતા તેમજ ફૂડમાં કશો પણ ઉમેરો ન કરવાની ખાતરી આપી શકીએ છીએ.” એમ રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના એમડી, દર્શન મહેતાએ જણાવ્યું હતું. “હંમેશા ફ્રેશ, સ્વચ્છ અને સાતત્યપૂર્ણ ઓફરિંગ્સ પૂરી પાડવાની વચનબદ્ધતાને પગલે, ભારતમાંના ગ્રાહકો હવે એ જ અતુલ્ય ફૂડને માણી શકશે જેના થકી પ્રેટ એ મોરે વિશ્વભરમાં આજે સૌથી લોકપ્રિય અને સફળ ચેઈન બની છે.”
આ સમાચાર પણ વાંચો: ચીનમાં એક શો દરમિયાન સર્કસ એન્ક્લોઝરમાંથી સિંહો નાસી છૂટ્યા, નાસભાગ મચી ગઈ. જુઓ વિડિયો.
પ્રેટ એ મોરેના સીઈઓ, પેનો ક્રિસ્ટોએ કહ્યું: “અમે ભારતીય ગ્રાહકો માટે પ્રેટ બ્રાન્ડને પ્રતિબિંબિત કરવાની સાથે-સાથે સ્થાનિક પસંદગીઓ અને ખાદ્ય આદતો અનુસારની એક પેશકશ માટે RBL ટીમ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ. લોકો અમારા કેટલાક તાજા તૈયાર કરેલા લંચ-ટાઇમ ક્લાસિક, અમારા સ્વાદિષ્ટ ક્રોસન્ટ્સ અને 100% ઓર્ગેનિક અરેબિકા કોફીને પસંદ કરશે. ભારતમાં પ્રવેશ લાંબા સમયથી અમારું લક્ષ્ય હતું અને મુંબઈમાં અમારી પ્રથમ શોપ ખોલવી એ અમારી આંતરરાષ્ટ્રીય વિસ્તરણ યોજનાઓમાં એક સીમાચિહ્નરૂપ ક્ષણ છે. અમને વિશ્વાસ છે કે RBLના સમર્થન સાથે, પ્રેટ બ્રાન્ડ ભારતમાં ગ્રાહકો માટે લોકપ્રિય બનશે અને દેશના વધતા જતા ફૂડ-ટુ-ગો માર્કેટમાં આવકારદાયક ઉમેરો થશે.”
નવો પ્રેટ એ મોરે સ્ટોર દરરોજ સવારે 8.30થી રાત્રે 11.30 સુધી ખુલ્લો રહેશે.
સરનામુઃ પ્રેટ એ મોરે, મેકર મેક્સીટી ગ્રાઉન્ડ ફ્લોર, 3 નોર્થ એવન્યુ, બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્ષ રોડ, મુંબઈ – 400 051, મહારાષ્ટ્ર