News Continuous Bureau | Mumbai
ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ( Raghuram Rajan ) કહ્યું છે કે તેઓ માને છે ( predict ) કે જો દેશ આવતા વર્ષે 5 ટકા વૃદ્ધિ ( 5% growth ) હાંસલ કરશે તો દેશ ભાગ્યશાળી હશે . ભૂતપૂર્વ ગવર્નરે એમ પણ કહ્યું હતું કે આગામી વર્ષ ( fiscal year ) આના કરતાં વધુ મુશ્કેલ હશે.
તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરતી વખતે, ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નરે કહ્યું, “ભારતને પણ ફટકો પડશે. ભારતના વ્યાજ દરો પણ વધ્યા છે પરંતુ ભારતીય નિકાસ થોડી ધીમી રહી છે.”
આ સમાચાર પણ વાંચો: Avatar-The Way Of Water: જેની આશંકા હતી તે જ થયું, અવતાર-2 થિયેટર પહેલા ઇન્ટરનેટ પર લીક થઈ ગયું
પોતાની વાતના સમર્થનમાં તેમણે કહ્યું હતું કે ભારતના ફુગાવાની સમસ્યા ચીજવસ્તુઓ તેમજ શાકભાજીની કિંમત વધવાની સમસ્યાને કારણે છે. તે વિકાસ માટે નકારાત્મક છે. રાહુલ ગાંધી સાથે કેમેરા પર થયેલી વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે મોટા ઉદ્યોગ સમૂહોને આપવામાં આવતી લોન મુશ્કેલી સર્જી શકે છે. તેમજ સામાન્ય માણસ સુધી પૈસો પહોંચવો જોઈએ અને તેમને આસાનીથી લોન મળવી જોઈએ.
Join Our WhatsApp Community