News Continuous Bureau | Mumbai
દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથે એક છોકરો ઘણીવાર જોવા મળે છે. તે દરેક જગ્યાએ તેમની સાથે રહે છે. ટાટાએ પોતાનો 85મો જન્મદિવસ પણ આ યુવક સાથે ઉજવ્યો હતો. પડછાયાની જેમ રતન ટાટા સાથે રહતો આ છોકરો શાંતનુ નાયડુ છે. શાંતનુ ટાટાના(Shantanu Tata) પર્સનલ આસિસ્ટન્ટ(Assistant) છે. ટાટાને શાંતનુ સાથે ખૂબ લગાવ છે. રતન ટાટા તેમની સાથે તેમના પુત્રની જેમ વર્તે છે. શાંતનુ રતન ટાટાના બિઝનેસની સાથે સાથે તેમના રોકાણની પણ દેખરેખ રાખે છે. આમ તો, ટાટા કંપનીમાં તેમની પોસ્ટ મેનેજરની છે. શાંતનુને દર મહિને લાખો રૂપિયાનો પગાર મળે છે અને તેની નેટવર્થ પણ કરોડો રૂપિયા છે.
30 વર્ષીય શાંતનુ નાયડુ એક બિઝનેસમેન, એન્જિનિયર, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, લેખક અને આન્તરપ્રિન્યોર છે. શાંતનુએ યુએસએની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે. શાંતનુ નાયડુનો જન્મ મહારાષ્ટ્રના પુણેમાં 1993માં થયો હતો અને તેઓ ટાટા ગ્રુપમાં કામ કરતા તેમના પરિવારની 5મી પેઢી છે. વર્ષ 2018 માં અભ્યાસ કર્યા પછી, શાંતનુ ભારત પાછો આવ્યો અને ટાટા ટ્રસ્ટના ચેરમેનની ઓફિસમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. રતન ટાટાએ શાંતનુ નાયડુના સ્ટાર્ટઅપ ગુડફેલોમાં રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપ વરિષ્ઠ નાગરિકોને સેવા આપવા માટે શરૂ કરવામાં આવ્યું છે.
શાંતનુની સેલેરી
શાંતનુ નાયડુને મહિને લગભગ 7 લાખ રૂપિયા પગાર મળે છે. તેમની કુલ સંપત્તિ લગભગ 6 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. શાંતનુ 2018થી રતન ટાટા સાથે જોડાયેલા છે. રતન ટાટાએ ગુડફેલો (Good fellows) માં કેટલું રોકાણ કર્યું છે તે જાહેર કરવામાં આવ્યું નથી.
પશુ પ્રેમે પ્રભાવિત કર્યા
નાયડુએ ટાટા સાથેના તેમના અનુભવ વિશે ‘I Came Upon a Lighthouse’ નામનું પુસ્તક પણ લખ્યું છે. આમાં તેણે જણાવ્યું છે કે, શા માટે રતન ટાટાએ તેને પોતાનો આસિસ્ટન્ટ બનાવ્યો. હકીકતમાં, શાંતનુને કૂતરાઓનો ખૂબ શોખ છે. મુંબઈમાં રખડતા કૂતરાઓને માર્ગ અકસ્માતનો શિકાર થતા બચાવવા માટે, તેમણે તેમના ગળામાં ચમકતી પટ્ટી લગાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. રતન ટાટા રખડતા કૂતરાઓ માટે કરેલા કામને કારણે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. રતન ટાટાને પણ કૂતરાઓ ખૂબ જ પસંદ છે. રતન ટાટા શાંતનુ નાયડુથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતે ફોન કરીને શાંતનુને તેમના આસિસ્ટન્ટ બનવાની જોબ ઓફર કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Navsari : હવે વિદ્યાર્થીઓ પણ હાર્ટએટેકના શિકાર, 17 વર્ષની છોકરીને સ્કૂલની સીડી ચડતા એટેક આવ્યો