News Continuous Bureau | Mumbai
RBI New Rules on Bank Locker: ચોરી, લૂંટ, આગ અને અન્ય અપ્રિય ઘટનાઓથી બચવા લોકો તેમની કિંમતી ચીજવસ્તુઓને બેંક લોકરમાં રાખવાનું પસંદ કરે છે. આ માટે તેઓ વાર્ષિક ભાડું પણ ચૂકવે છે. જરા વિચારો, લોકર ખોલવા પર ખબર પડે છે કે તેમાં રાખેલા બધા રૂપિયા બગડી ગયા છે અથવા ચોરાઈ ગયા છે અને જો બેંક પણ તેની જવાબદારી લેવાનો ઈનકાર કરશે તો શું થશે? પીડિતાના પગ નીચેથી જમીન સરકી જશે. શક્ય છે કે, કોઈને હાર્ટ એટેક પણ આવી શકે. પણ હવે આવું નહીં થાય. લોકરમાં થયેલા નુકસાન માટે બેંકો તેમની જવાબદારીમાંથી પાછળ નહીં હટી શકે.
સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ
સુપ્રીમ કોર્ટે બેંક લોકર (RBI New Rules on Bank Locker) ની સુરક્ષા પર આરબીઆઈ (RBI) ને પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકે લોકરની સુરક્ષા પર નવા નિયમો જારી કર્યા હતા. આ નિયમો આ વર્ષે 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ, બેંક લોકરમાં રાખવામાં આવેલી ગ્રાહકની કોઈપણ કિંમતી ચીજવસ્તુના નુકસાન માટે બેંક મેનેજમેન્ટ હવે જવાબદાર રહેશે અને તેણે ગ્રાહકને લોકરના ભાડાના 100 ગણી સુધીની રકમ ચૂકવવી પડશે.
હવે બેંકોએ ચૂકવવું પડશે વળતર
નવા નિયમો મુજબ જો બેંકમાં આગ, ચોરી-લૂંટ કે અન્ય કોઈ કારણસર લોકરમાં રાખવામાં આવેલી વસ્તુને નુકસાન થાય છે અને તે સાબિત થાય છે કે બેંકની બેદરકારીના કારણે ઘટના બની છે, તો ગ્રાહકને વળતર ચૂકવવું પડશે. તે કોઈપણ સંજોગોમાં તેની જવાબદારીથી ભાગી શકશે નહીં અને ગ્રાહકને વળતર આપવાનો ઈનકાર કરી શકશે નહીં.
આ સમાચાર પણ વાંચો : કામનું / બદલાતી ઋતુમાં તાવ, શરદી, ઉધરસથી બચવા માટે આ 5 ફળોનું કરો સેવન, ઈમ્યુનિટી થઈ જશે બૂસ્ટ
1 જાન્યુઆરી 2023થી નવો લોકર એગ્રીમેન્ટ
RBI ની સૂચનાઓને અનુસરીને, બેંકોએ આ વર્ષથી નવા લોકર એગ્રીમેન્ટનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે. લોકર સુવિધા મેળવતા તમામ ગ્રાહકો અને બેંકોએ આ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાના રહેશે. આરબીઆઈ (RBI) એ બેંકોને સૂચના આપી છે કે, આ એગ્રીમેન્ટને કન્ઝ્યૂમર ફ્રેન્ડલી બનાવવો જોઈએ અને તેમાં કોઈ અયોગ્ય શરતો ઉમેરવી જોઈએ નહીં. એગ્રીમેન્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન પણ સુનિશ્ચિત કરવું જોઈએ.
પહેલા આવી રીતે વ્યવહાર કરતા હતા બેંક
આપને જણાવી દઈએ કે અગાઉ મોટાભાગની બેંકો લોકરમાં રાખેલા સામાનને કોઈપણ પ્રકારના નુકસાનની સ્થિતિમાં પોતાની જવાબદારીથી દૂર રહેતી હતી. તેઓ કોઈપણને પણ કોઈપણ પ્રકારનું વળતર આપવાનો ઈનકરા કરી દેતા હતા. જેના કારણે વસ્તુ ગુમાવનાર ગ્રાહક પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ કરતો હતો. એક અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો હતો. જેનો અમલ હવે શરૂ થયો છે.
આ સમાચાર પણ વાંચો : Post Office એટલે કે ઈન્ડિયા પોસ્ટમાં 40889 જગ્યાઓ માટે અરજી કરવાની આજે છેલ્લી તક છે, આવતીકાલથી કરેક્શન વિન્ડો ખુલશે
Join Our WhatsApp Community