News Continuous Bureau | Mumbai
RBI: આરબીઆઈ (RBI) એ મંગળવારે બે સહકારી બેંકો – શ્રી શારદા મહિલા સહકારી બેંક (Shree Sharada Mahila Co Operative Bank) , તુમકુર, કર્ણાટક અને હરિહરેશ્વર સહકારી બેંક (Harihareshwar Cooperative Bank), વાઈ, સતારા -નું લાઇસન્સ રદ કર્યું- કારણ કે ધિરાણકર્તાઓ પાસે પૂરતી મૂડી અને આવકની સંભાવના નહોવાથી આ નિર્ણય લેવાયો છે . રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હરિહરેશ્વર સહકારી બેંક 11 જુલાઈ, 2023 ના રોજ મુડીનુ રોકાણ ન હોવાથી બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવાનું બંધ કરે છે.
હરિહરેશ્વર સહકારી બેંકના લગભગ 99.96 ટકા થાપણદારો થાપણ વીમા (Deposit Insurance) અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી તેમની થાપણો (Deposits) ની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે.
શ્રી શારદા મહિલા સહકારી બેંકના કિસ્સામાં, લગભગ 97.82 ટકા થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે.
રૂ.5 લાખ સુધીની થાપણોની થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે..
લિક્વિડેશન પર, દરેક થાપણદાર DICGC તરફથી તેની/તેણીની રૂ.5 લાખ સુધીની થાપણોની થાપણ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર હશે.
આ સમાચાર પણ વાંચો: Mumbai Local Train: સ્થાનિક પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર! ફટકા ગેંગ ફરી સક્રિય, ચર્ચગેટ સ્ટેશન પર તાજેતરની ઘટના
તેમના લાયસન્સ રદ થવાના પરિણામે, આ બન્ને બેંકોને ‘બેંકિંગ’ ના વ્યવસાય કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં અન્ય બાબતોની સાથે થાપણો (Deposits) ની સ્વીકૃતિ અને થાપણોની પુનઃચુકવણીનો સમાવેશ થાય છે. લાઇસન્સ રદ કરતી વખતે, આરબીઆઈએ કહ્યું કે સહકારી બેંકો પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવના નથી. ઉપરાંત, તેમની વર્તમાન નાણાકીય સ્થિતિ ધરાવતી બેંકો તેમના હાલના થાપણદારોને સંપૂર્ણ ચૂકવણી કરવામાં અસમર્થ હશે, એમ પણ ઉમેર્યું હતું.
આરબીઆઈએ ઉમેર્યું હતું કે, 8 માર્ચ, 2023 સુધીમાં, DICGC એ બેંકની કુલ વીમાકૃત થાપણોમાંથી રૂ. 57.24 કરોડ ચૂકવી દીધા છે. 12 જૂન, 2023 સુધીમાં, DICGC એ શ્રી શારદા મહિલા સહકારી બેંકના થાપણદારોને કુલ વીમાકૃત થાપણોના રૂ.15.06 કરોડ ચૂકવી દીધા છે.
આરબીઆઈએ જણાવ્યુ છે કે, સહકાર કમિશનર અને સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, મહારાષ્ટ્ર (Maharashtra) ને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ બેંકને બંધ કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા માટે આદેશ જારી કરે.