News Continuous Bureau | Mumbai
આરબીઆઈ દ્વારા રેપો રેટમાં સતત વધારાને કારણે હોમ લોનના હપ્તાઓમાં વધારો થયો છે. જેના કારણે અનેક લોકોનું ટેન્શન વધી ગયું છે. આવા સમયે RBIએ મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તેથી, હોમ લોન લેનારાઓને મોટી રાહત મળશે.
RBIએ ફુગાવાને કાબૂમાં લેવા માટે પાછલા વર્ષમાં રેપો રેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેના કારણે લોકો હવે હોમ લોન, કાર લોન લેવી કે નહી તે અંગે મૂંઝવણમાં છે. લોકોને આવા સંકટમાંથી બહાર લાવવા માટે આરબીઆઈ એક મોટી રાહત યોજના બનાવી રહી છે. RBIએ છેલ્લા વર્ષમાં છ વખત રેપો રેટ વધાર્યો છે. આ કારણે હવે લોનની EMI પણ વધવાની છે. જો આવું થાય, તો માસિક હપ્તાઓ પર ડિફોલ્ટ થવાનું જોખમ રહેલું છે. જેઓ અત્યારે લોન લેવા જઈ રહ્યા છે અથવા જેમણે ફ્લોટિંગ રેટ સાથે લોન લીધી છે તેમના માટે EMI નોંધપાત્ર રીતે વધી છે. જેના કારણે આ લોકો સમયસર હપ્તા ભરી શકશે કે કેમ તે અંગે શંકા ઊભી થઈ છે. પરિણામે, જો હપ્તાઓ બાકી હોય તો RBI બેંકો દ્વારા વસૂલવામાં આવતા દંડને સમાપ્ત કરવાનું વિચારી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Lavaએ લોન્ચ કર્યો બજેટ 5G ફોન, 50MP કેમેરા અને 5000mAh બેટરી, ખૂબ જ ઓછી કિંમત
માર્ગદર્શિકા ટૂંક સમયમાં આવશે
સરેરાશ, તમામ બેંકો મોડા હપ્તાઓ પર દંડ તરીકે વાર્ષિક વ્યાજના 1 થી 2 ટકા દંડ વસૂલે છે. જો RBI આ નિર્ણય લેશે તો રાહત થશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકો કઈ રીતે દંડ વસૂલે છે તેની સંપૂર્ણ વિગતો અલગથી આપવી પડશે. આ દંડ હાલની રીતે કરતાં અલગ રીતે વસૂલવો પડશે. EMI પર લેટ ફી પારદર્શક રીતે વસૂલવામાં આવશે. આરબીઆઈએ 8 ફેબ્રુઆરીએ મોનેટરી પોલિસીની બેઠકમાં કહ્યું હતું કે આ અંગે ટૂંક સમયમાં માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે.
Join Our WhatsApp Community