News Continuous Bureau | Mumbai
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ હવે ટૂંક સમયમાં જ સામાન્ય લોકોને રાહત મળવાની છે. આપને જણાવી દઈએ કે 6 એપ્રિલથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ન તો કોઈ વધારો થયો છે અને ન તો કોઈ રીતે ઘટાડો કરવામાં આવ્યો છે. નિયમિત ભાવો યથાવત છે. સરકાર દ્વારા કિંમતોમાં ઘટાડો કરવા માટે ઘણા પગલા લેવામાં આવી રહ્યા છે, જેના પછી ટૂંક સમયમાં જ કિંમતોમાં ઘટાડો કરવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે ટૂંક સમયમાં કિંમતોમાં 10 ટકા એટલે કે 14 રૂપિયા સુધીનો ઘટાડો થશે.
જાન્યુઆરીના લેવલ પર પહોંચ્યું બ્રેન્ટ ક્રૂડ
ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં મોટા ઘટાડાની શક્યતા છે. નિષ્ણાતોના મતે આ સમયે બ્રેન્ટ ક્રૂડની કિંમત સતત ઘટીને જાન્યુઆરીના સ્તરે પહોંચી ગઈ છે. તે જ સમયે આ સમયગાળા દરમિયાન ઘરેલુ તેલની કિંમતોમાં કોઈ ઘટાડો થયો નથી, તેથી માનવામાં આવે છે કે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મોટો ઘટાડો થશે.
આ સમાચાર પણ વાંચો: Cool jobs : તમે અહીંયા કરો કામ – 100 કંપનીઓ કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા આપે છે
150 ડોલરથી ઘટી 85 ડોલરે પહોંચ્યું ક્રૂડ ઓઈલ
હાલમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 85 ડોલરની નજીક ટ્રેડ થઈ રહી છે. તે જ સમયે WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ 78 ડોલરના સ્તર પર આવી ગઈ છે. તે જ સમયે વર્ષની શરૂઆતમાં ક્રૂડ ઓઈલની કિંમત 150 ડોલરના સ્તર પર પહોંચી ગઈ હતી અને આજે તે 85 ડોલરથી 75 ડોલરની વચ્ચે ટ્રેડ થઈ રહી છે.
ઘટાડો છે નક્કી
આપને જણાવી દઈએ કે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થતા ઉતાર-ચઢાવને કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધઘટ થાય છે, પરંતુ અહીં કિંમતોમાં સતત સ્થિરતા જોવા મળી રહી છે, આવી સ્થિતિમમાં ભાવમાં ભારે ઘટાડો આવવો નક્કી છે અને માનવામાં આવી રહ્યું છે કે આ ઘટાડો ટૂંક સમયમાં આવી શકે છે.
ગ્લોબલ માર્કેટમાં કેમ થઈ રહ્યો છે ઘટાડો ?
કમોડિટી એક્સપર્ટના મતે જો ક્રૂડની કિંમતમાં 1 ડોલરનો ઘટાડો થાય છે, તો પછી રિફાઇનરી કંપનીઓ લગભગ 45 પૈસા બચાવે છે. જણાવી દઈએ કે ગ્લોબલ માર્કેટમાં મંદીના કારણે વિશ્વભરમાં ઈંધણનો વપરાશ ઘટી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક બજાર સતત ઘટી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: હોકી: ભારત નો પાછલી 13 મેચથી સતત ચાલતો હારનો દોર થયો બંધ, ઓસ્ટ્રેલિયાને 4-3થી હરાવ્યું