News Continuous Bureau | Mumbai
બુલિયન માર્કેટમાં તેજીનો કરંટ જળવાઇ રહ્યો છે. જ્યારે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો મજબૂત બન્યો હોવાથી સ્થાનિક બજારમાં આક્રમક તેજીને બ્રેક લાગી છે. આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સોનું 1970-2000 ડોલરની સપાટી પર પહોંચે અને રૂપિયો ફરી નબળો પડી 82ની સપાટી ઉપર પહોંચે તો સ્થાનિકમાં સોનું 60000- 52000ની સપાટીને ક્રોસ કરી શકે છે. જ્યારે ચાંદીમાં પણ દરેક વધઘટના અંતે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજેટમાં જો સોનાની આયાત પરની ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવે તો જ સ્થાનિકમાં સોનાની કિંમતમાં ઘટાડો થઇ શકે છે.
એગ્રી કોમોડિટીમાં ખાદ્યતેલોમાં ફરી મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર બજેટમાં આયાત ડ્યૂટી મુદ્દે કેવા ફેરફાર અપનાવે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે. વૈશ્વિક બજારોના ભાવ માં સપાટી નીચી હોવાથી જો આયાત ડ્યૂટીમાં ઘટાડો થાય તો આયાતને વેગ મળે. જેના પરિણામે સ્થાનિકમાં ભાવ ઘટી શકે તેવી શક્યતા છે. રવી વાવેતર પર હવામાન અનુકુળ હોવાથી રેકોર્ડ ઉત્પાદનના અંદાજો મળી રહ્યાં છે. જેના કારણે તેજીના સંકેતો નહિવત્ છે.
આ સમાચાર પણ વાંચો: લસણ સાથે ચુર-ચુર નાન સ્વાદમાં વધારો કરશે, તેને બનાવવાની રીત જાણો