News Continuous Bureau | Mumbai
State Bank Of India Latest News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India – SBI) માં એકાઉન્ટ ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં એકાઉન્ટ છે અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન વગર તમારા એકાઉન્ટમાંથી રૂપિયા આપોઆપ કપાઈ રહ્યા છે, તો ચાલો આપને જણાવીએ કે બેંક તમારા એકાઉન્ટમાંથી આ રૂપિયા કેમ કાપી રહી છે…?
એકાઉન્ટમાંથી કપાઈ રહ્યા છે 147.50 રૂપિયા
આ દિવસોમાં જોવામાં આવી રહ્યું છે કે ઘણા ગ્રાહકોના એકાઉન્ટમાંથી રૂપિયા આપોઆપ કપાઈ રહ્યાં છે. તેની સાથે 147.50 રૂપિયાની કપાતનો મેસેજ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ મેસેજ જોઈને ઘણા ગ્રાહકો બેંક પહોંચી ગયા છે.
દર વર્ષે બેંક કાપે છે આ રૂપિયા
બેંક તરફથી આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે SBI દ્વારા ગ્રાહકોના એકાઉન્ટમાંથી આ રૂપિયા ડેબિટ કરવામાં આવી રહ્યા છે. બેંક આ રૂપિયા મેન્ટેનન્સ ચાર્જ તરીકે લઈ રહી છે. આ રૂપિયા બેંકમાંથી વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવે છે. બેંકે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે.
આ સમાચાર પણ વાંચો: ગુરુવારે આ વસ્તુનું દાન કરવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે, ભગવાન વિષ્ણુની કરો પૂજા
લાગે છે 18 ટકા જીએસટી
આ રૂપિયા બેંક તરફથી ચાર્જ તરીકે કાપવામાં આવે છે. તે જ સમયે, બેંક દ્વારા જારી કરાયેલા ડેબિટ કાર્ડ માટે, ગ્રાહકો પાસેથી વાર્ષિક 125 રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે. તેમાં 18 ટકાના દરે GST ઉમેરવામાં આવે છે, ત્યારબાદ આ રકમ 147.50 રૂપિયા થઈ જાય છે.
કાર્ડ બદલવા પર પણ આપવા પડે છે રૂપિયા
આ સિવાય જો કોઈ ગ્રાહક પોતાનું ડેબિટ કાર્ડ બદલવા માંગે છે તો તેના માટે તેણે GST ચાર્જ સાથે બેંકને 300 રૂપિયા ચૂકવવા પડશે.
ઉલ્લેખનીય છે કે બેંક તેના ગ્રાહકોને ઘણી બધી સેવાઓ આપે છે. જેના બદલે તે ગ્રાહકો પાસેથી નજીવી ચાર્જ વસૂલ કરે છે. ઘણી વખત તેની ગ્રાહકોને ખબર પણ નથી હોતી.
આ સમાચાર પણ વાંચો: NCP નેતા નવાબ મલિક ને કોર્ટ એ આપ્યો ઝટકો, કોર્ટે આ તારીખ સુધી વધારી ન્યાયિક કસ્ટડી