Site icon News Continuous Bureau | Mumbai

Share Market Crash Today: સેન્સેક્સમાં ૨૦૦૦ પોઈન્ટનો જોરદાર કડાકો, નિફ્ટી પણ તૂટ્યો; રોકાણકારોએ ગુમાવ્યા લાખો કરોડ, વાંચો લેટેસ્ટ અપડેટ

Share Market Crash Today: મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાની સીધી અસર, પીએસયુ બેંક અને અદાણી પોર્ટ્સ જેવા શેરોમાં મોટું ગાબડું

Stock Market Bloodbath Sensex Plunges Over 2000 Points at Opening; Nifty Crashes Amid Middle East Tensions

Stock Market Bloodbath Sensex Plunges Over 2000 Points at Opening; Nifty Crashes Amid Middle East Tensions

News Continuous Bureau | Mumbai

સોમવારે ઘરેલું શેરબજાર માં રોકાણકારો માટે બ્લેક મન્ડે સાબિત થયો છે. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સવારે 9:17 કલાકે બીએસઈ સેન્સેક્સ 2081.23 પોઈન્ટ તૂટીને 74,837.67 ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.નિફ્ટી (Nifty) પણ શરૂઆતના સત્રમાં 618.85 પોઈન્ટ ગબડીને 23,831.00 ના સ્તરે પહોંચી ગયો હતો. બજારમાં આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ ના ભાવમાં આવેલો જોરદાર ઉછાળો છે. તેલના ભાવ વધવાને કારણે ભારતીય અર્થતંત્ર પર દબાણ વધ્યું છે, જેની સીધી અસર બેંકિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરો પર જોવા મળી રહી છે. તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ આજે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Channel

પીએસયુ બેંક ઈન્ડેક્સ 4 ટકા તૂટ્યો, મિડકેપ અને સ્મોલકેપમાં પણ હાહાકાર

બજારમાં આવેલી આ સુનામીમાં પીએસયુ બેંક (PSU Bank) ઈન્ડેક્સમાં લગભગ 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી મિડકેપ (Midcap) અને સ્મોલકેપ (Smallcap) ઈન્ડેક્સ પણ આશરે 3 ટકા જેટલા નીચે ટ્રેડ કરી રહ્યા છે. બજારમાં સર્વત્ર વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે નાના રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. એશિયન બજારોમાં પણ નબળા સંકેતોને કારણે ભારતીય બજાર પર દબાણ સતત વધી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Sanju Samson Records: સંજૂ સેમસનનો વર્લ્ડ કપમાં જાદુ! દુનિયાના ટોપ-9 ખેલાડીઓમાં સામેલ થઈ તોડ્યા અનેક રેકોર્ડ; કોહલી-બુમરાહ પણ રહી ગયા જોતા

કયા શેરોમાં ગાબડું પડ્યું અને કોણ બચ્યું?

શરૂઆતના સત્રમાં નિફ્ટીની મોટી કંપનીઓના શેર ધડાધડ નીચે પડ્યા હતા. જેમાં શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ટરગ્લોબ એવિએશન (IndiGo), એશિયન પેઈન્ટ્સ, એલ એન્ડ ટી (L&T) અને અદાણી પોર્ટ્સ (Adani Ports) મુખ્ય લુઝર સ્ટોક્સ રહ્યા હતા. જોકે, ક્રૂડ ઓઈલના ભાવ વધવાને કારણે ઓએનજીસી (ONGC) અને કોલ ઈન્ડિયા (Coal India) ના શેરોમાં સાધારણ વધારો જોવા મળ્યો હતો. અન્ય તમામ અગ્રણી કંપનીઓના શેરોમાં 2 થી 5 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.

મિડલ ઈસ્ટ સંકટની ભારત પર અસર

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ જો લાંબી ખેંચાશે તો બજારમાં હજુ વધુ ઘટાડો આવી શકે છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે, તેથી ક્રૂડ મોંઘું થતા મોંઘવારી (Inflation) વધવાની પૂરેપૂરી શક્યતા છે. રોકાણકારોને હાલમાં સાવચેતી રાખવાની અને ઉતાવળમાં કોઈ મોટું રોકાણ ન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. રુપિયાના મૂલ્યમાં પણ ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે.

 

Saurav Das Passport Controversy – સૌરવ દાસના પાસપોર્ટમાં શું હતી ગડબડ? કેમ ન જઈ શક્યા લંડન, વિદેશ મંત્રાલયે આ જવાબ
 Modi Cabinet Approves Five Projects – હવે વિદેશ પર નિર્ભરતા ખતમ! ભારતમાં જ બનશે ટનલ બોરિંગ મશીન અને ક્રેન, મોદી કેબિનેટની ₹૧૯,૯૩૪ કરોડના પ્રોજેક્ટને મંજૂરી
 Sonu Nigam Mumbai Property Purchase – મુંબઈ રિયલ એસ્ટેટના ‘બાદશાહ’ બની રહ્યા છે સોનુ નિગમ! ₹૩૧.૪૭ કરોડની નવી પ્રોપર્ટી ખરીદી, ૨ વર્ષમાં ₹૧૨૩ કરોડના વ્યવહાર
December Bank Holidays 2026 – બેંકના કામ બાકી હોય તો પતાવી લેજો: ડિસેમ્બર ૨૦૨૬માં આ તારીખોએ રહેશે બેંક હોલિડે; જુઓ સંપૂર્ણ લિસ્ટ
Exit mobile version