Site icon News Continuous Bureau | Mumbai

Technical Textiles: કેન્દ્રએ ટેકનિકલ ટેક્સટાઈલના ક્ષેત્રમાં 2 સ્ટાર્ટ-અપ્સને આપી મંજૂરી, શિક્ષણ સંસ્થાઓને અભ્યાસક્રમો શરૂ કરવા મળી આટલા કરોડની ગ્રાન્ટ.

Technical Textiles: કેન્દ્રએ ટેકનિકલ ટેક્સટાઈલના ક્ષેત્રમાં 2 સ્ટાર્ટ-અપ્સને મંજૂરી આપી. આઈઆઈટી સહિત 6 શિક્ષણ સંસ્થાઓ ટેકનિકલ ટેક્સટાઈલના અભ્યાસક્રમો દાખલ કરશે

News Continuous Bureau | Mumbai

Technical Textiles: ટેક્સટાઈલ મંત્રાલયના સચિવે આજે રાષ્ટ્રીય ટેકનિકલ ટેક્સટાઈલ મિશન હેઠળ 9મી એમ્પાવર્ડ પ્રોગ્રામ કમિટી (EPC)ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમિતિએ ‘ટેક્નિકલ ટેક્સટાઇલમાં મહત્વાકાંક્ષી ઇનોવેટર્સ માટે સંશોધન અને સાહસિકતા અનુદાન (ગ્રેટ)’ યોજના અંતર્ગત 2 સ્ટાર્ટ-અપ્સને લગભગ 50 લાખ રૂપિયાના અનુદાનની સાથે મંજૂરી આપી છે. 

Join Our WhatsApp Channel

કમિટીએ ટેકનિકલ ટેક્સટાઈલમાં શૈક્ષણિક સંસ્થાઓને સક્ષમ કરવા માટેની સામાન્ય માર્ગદર્શિકા હેઠળ ટેકનિકલ ટેક્સટાઈલમાં ( Technical Textiles )  અભ્યાસક્રમો શરૂ કરવા માટે 6 શિક્ષણ સંસ્થાઓને અંદાજે 14 કરોડ રૂપિયા ગ્રાન્ટ આપવાની મંજૂરી પણ આપી દીધી છે.

આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : મહારાષ્ટ્રમાં શપથ ગ્રહણ પહેલા નવો ડ્રામા, શિવસેનાના ધારાસભ્યએ કહ્યું- જો એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ નહીં બને તો…. ભાજપ ચિંતામાં…

સ્વીકૃત સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ્સ ટકાઉ કાપડ અને તબીબી કાપડના મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર કેન્દ્રિત છે. માન્ય શિક્ષણ સંસ્થાઓએ મેડિકલ ટેક્સટાઈલ, મોબાઈલ ટેક્સટાઈલ, જીઓટેક્સટાઈલ, જીઓસિન્થેટીક્સ વગેરે સહિત ટેકનિકલ ટેક્સટાઈલના ( Central Government ) વિવિધ ક્ષેત્રોમાં નવા B.Tech અભ્યાસક્રમો દાખલ કરવાની દરખાસ્ત કરી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version