News Continuous Bureau | Mumbai
રિફાઈન્ડ પામોલિન અને ક્રૂડ પામતેલના ઊંચા શિપમેન્ટને કારણે ડિસેમ્બરમાં ખાદ્યતેલોની આયાત 28 ટકા વધીને 15.66 લાખ ટન થઈ હોવાનું સોલ્વન્ટ એક્સ્ટ્રક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) એ જણાવ્યું હતું. જે અગાઉના વર્ષે આ સમયગાળામાં 12.27 ટનની સરખામણીએ 15,66,129 ટન રહી હતી. અહેવાલ મુજબ ખાદ્યતેલની આયાત 15.66 ટન થઈ હતી જ્યારે અખાદ્ય તેલના શિપમેન્ટ 9,832 ટનથી વધીને 10,349 ટન થઈ છે.
રિફાઇન્ડ (RBD) પામોલીનની આયાત ડિસેમ્બર 2022માં વધીને 2,56,398 ટન થઈ હતી જે એક વર્ષ અગાઉના સમયગાળામાં માત્ર 24,000 ટન હતી. ક્રૂડપામની આયાત 5,28,143 ટનની સામે વધીને 8,43,849 ટન થઈ હતી. ખાદ્યતેલનું વર્ષ નવેમ્બરથી ઓક્ટોબર સુધી રહે છે. નવેમ્બર-ડિસેમ્બર 2022 દરમિયાન ખાદ્યતેલની આયાત અગાઉના વર્ષના સમાન સમયગાળાની 24,00,433 ટનની સરખામણીએ 30 ટકા વધીને 31,11,669 ટન થઈ છે. નવેમ્બર-ડિસેમ્બર 2022 દરમિયાન રિફાઇન્ડ પામોલિન અને CPOની આયાતમાં તીવ્ર વધારો થયો હતો. નવેમ્બર-ડિસેમ્બર 2022 દરમિયાન 4,58,646 ટન રિફાઈન્ડ તેલની આયાત કરવામાં આવી હતી જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 82,267 ટન હતી. નવેમ્બર-ડિસેમ્બર 2021માં 22,73,419 ટનની સરખામણીએ છેલ્લા બે મહિનામાં 26,25,894 ટન ક્રૂડતેલની આયાત કરવામાં આવી હતી. રિફાઇન્ડ તેલનો હિસ્સો 3 ટકાથી વધીને 15 ટકા થયો હતો.
આ સમાચાર પણ વાંચો:2023માં ઘઉંનું ઉત્પાદન 11.2 કરોડ ટન પહોંચી જશે, આ વર્ષે હવામાનની સાનુકૂળ પરિસ્થિતિ તેમજ વધુ વાવેતર વિસ્તારને કારણે વધુ પાક થાય તેવી મજબૂત સંભાવના છે
Join Our WhatsApp Community