News Continuous Bureau | Mumbai
આર્થિક વર્ષ 2022-23માં દેશના અનેક મોટા શહેરોમાં જમીન સંદર્ભેના મોટા સોદાઓ પાર પડ્યા છે. જેનું કુલ ક્ષેત્રફળ 1,862 એકરથી વધુ જમીન ધરાવે છે. 267 એકરથી વધુના 25 સોદા સાથે, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) આ યાદીમાં ટોચ પર છે.
ANAROCK પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા અનુસાર, 2021-22માં સમગ્ર શહેરોમાં લગભગ 1,649 એકર જમીનના 44 સોદા જોવા મળ્યા હતા.
ગત નાણાકીય વર્ષ દરમિયાન દેશના ટોચના સાત શહેરોમાં સૌથી વધુ જમીનના સોદા પડ્યા છે. આ સિવાય ટાયર ટુ અને થ્રી સિટીમાં પણ મોટા પાયે સોદા પડ્યા છે. ટોચના સાત શહેરોમાં કુલ ૭૬ સોદાઓ પાર પડ્યા છે. જ્યારે કે 11 સોદા ટાયર ટુ અને થ્રી સિટીમાં છે. મુખ્ય શહેરોમાં કુલ 1000 એકર જેટલી જમીન ખરીદવામાં આવી છે જ્યારે કે ટાયર ટુ અને થ્રી સિટીમાં 803 એકર જમીન ખરીદવામાં આવી છે.
19 MMR જમીનના સોદા છેલ્લા નાણાકીય વર્ષમાં રહેણાંક વિકાસ માટે હતા
ANAROCK પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ દ્વારા રવિવારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, MMR મોટા જમીન સોદાઓમાં ટોચનું સ્થાન ધરાવે છે જ્યારે 2022-23માં તમામ શહેરોમાં વેચાયેલા વિસ્તારમાં ચેન્નાઈ નંબર 1 હતું.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં પોલીસ એક મહિનામાં 40,000 કેબ અને ઓટો ડ્રાઈવરોને દંડિત કર્યા.