News Continuous Bureau | Mumbai
પ્રોસેસિંગ હાઉસના માલિકો(Owners of processing houses) ચિંતામાં મુકાયા છે આવનારા દિવસોમાં દિવાળીને(Diwali) ગણતરીના દિવસો બાકી હોવા છતાં પ્રોસેસિંગ હાઉસોને નવા ઓર્ડરો મળી નથી રહ્યા અને કાપડ માર્કેટમાં(textile market) પણ મંદી સ્પષ્ટ પણે દેખાય રહી છે.સુરતના(Surat) કેટલાક પ્રોસેસિંગ યુનિટી(Processing Unit) એક સપ્તાહમાં બે દિવસ બંધ રાખી રહ્યા છે.તો કેટલાક પ્રોસેસિંગ હાઉસોમાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું છે.દર વર્ષની તુલનામાં આ વર્ષે પુષ્કળ મંદીનો માહોલ સર્જાયો છે.
સિલ્ક સિટીના(Silk City) નામથી જાણીતો સુરત શહેરના પ્રોસેસિંગ હાઉસના તથા જીઆઈડીસીના ડાઇન મિલના માલિકો (Owners of Dine Mills of GIDC) ચિંતામાં મુકાયા છે. દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.તો છતાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ કે ડાઇંગ મિલોમાં કોઈ તેજી જોવા મળી નથી રહી.દર વર્ષેની તુલનામાં આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં મંદી જોવા મળી રહી છે.
દેશ ભરના અલગ અલગ રાજ્ય અને અન્ય શહેરોમાંથી વેપારીઓ કાપડની ખરીદી કરવા સુરત આવતા હોય છે.દિવાળીમાં વેપારીઓની ખરીદી બે થી ત્રણ મહિના પહેલા સરું થઈ જતી હોય છે.પ્રોસેસિંગ હાઉસમાં પણ વેપારીઓ દ્વારા નવા ઓર્ડરો આવતા હોય છે. ટેક્સટાઇલ કાપડ માર્કેટ કે પ્રોસેસિંગ હાઉસ 24 કલાક કામ ચાલતું હોય છે.પણ આ વર્ષે દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી હોવા છતાં.પણ પ્રોસેસિંગ હાઉસમાં કોઈ પણ પ્રકારની કામ કે તેજી નહિ હોવાથી જીઆઇડીસી ડાઈંગ મિલના માલિકો ચિંતામાં મુકાયા.
પાંડેસરા જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલના કોપરેટીવ અધ્યક્ષ કમલ તુલસીયાન એ જણાવ્યું હતું કે દર વર્ષની તુલનામાં આ વર્ષે પ્રોસેસિંગ હાઉસ કે જીઆઈડીસી ડાઈન મીલમાં તેજી નથી અને મંદી પણ ન કેવાય. રાબેતા મુજબ પ્રોસેસિંગ હાઉસનું કામ ચાલી રહ્યું છે. દિવાળીનો તહેવાર આવે તે પહેલા પ્રોસેસિંગ હાઉસના યુનિટો કે ડાઇંગ મિલમાં રાત દિવસ કામ ચાલતું હોય છે.
પરંતુ આ ચાલુ વર્ષે પ્રોસેસિંગ હાઉસ કે ડાઇંગ મિલમાં દિવાળીને લઈ કોઈ નવા ઓર્ડરો આવી નથી રહ્યા.તમામ પ્રોસેસિંગ હાઉસોમાં રેગ્યુલર કામ ચાલી રહ્યું છે.દર વર્ષની તુલનામાં આ વર્ષે પ્રોસેસિંગ હાઉસમાં મંદી સ્પષ્ટ પણે દેખાઈ રહી છે કેટલાક યુનિટોમાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું છે.તો કેટલાક યુનિટો તો એક સપ્તાહમાં બે દિવસ બંધ રાખી રહ્યા છે.
દક્ષિણ ગુજરાત(South Gujarat ) ટેક્સટાઈલ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારીયાએ જણાવ્યું હતું કે. છેલ્લા અઠવાડિયામાં મિલોમાં ગ્રે માલની આવક ઓછી થઈ ગઈ. જેના કારણે કેટલીક મિલો એક સપ્તાહમાં બે દિવસ બંધ રાખી રહિયા છે આવા સંજોગો જોતા દિવાળીમાં આવી રીતે વાતાવરણ રહેશે. તો દિવાળી પછી કેવું વાતાવરણ રહેશે એ પણ મોટો પ્રશ્ન છે.
આ સમાચાર પણ વાંચો : 5 G નેટવર્ક ન મળતું હોય તો હોઈ શકે છે આ ત્રણ કારણો- જાણો સમગ્ર માહીતી
દર વર્ષે દિવાળીમાં બે કે ત્રણ દિવસની રજા રાખવામાં આવતી હતી તે હવે માર્કેટના વેપારીઓ પણ એક સપ્તાહની રજા રાખવાના છે અને વેકેશન કરવાનું નક્કી કર્યું છે. માર્કેટ બંધ રહેશે તો પ્રોસેસિંગ હાઉસ કે ડાઈંગ મિલોને રૂટિગમાં આવતા ચાર થી પાંચ તારીખ થઈ જશે. જેથી આ મહિનો પણ અને આવનારો મહિનો પણ ખરાબ જશે એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જે રીતના કોલસાના ભાવ અને ઈનપુટ કોસ્ટ વધ્યું છે એની હિસાબે જે બ્રેકીવિંગ કોસ્ટમાં(breaking coast) વધારો થયો છે એની હિસાબે જો 5 દિવસ બંધ રહેશે.તો દરેક ઇન્ડસ્ટ્રીય આ મહિનો પણ લોસમાં રહેશે.
અને દિવાળી પછીના મહિનામાં પણ લોસમાં રહેશે.દર વર્ષે દિવાળીમાં જે પ્રમાણે માર્કેટોમાં અને પ્રોસેસિંગ હાઉસમાં જે પ્રમાણે ઉત્સાહ હોવા જોઈએ તેઓ ઉષા નથી કારણકે દર વર્ષે દિવાળી પહેલા ડાઈંગ મિલો કે પ્રોસેસિંગ હાઉસમાં જી.ઇ.બી.નું ટેંગરીંગ કે મેન્ટેનન્સમાં લઇ લેતા હોય છે કે બાકીના દિવસોમાં પાવર સરખો રહે.પણ દર વર્ષશે જે રીતે દિવાળીનું વાતાવરણ હોય તેની તુલનામાં આ વર્ષનું વાતાવરણ વિપરીત જોવા મળી રહ્યું છે.જેને લઇ પ્રોસેસિંગ હાઉસના માલિકો ચિંતામાં મુકાયા છે.
આ સમાચાર પણ વાંચો : Google Pixel Watch – શાનદાર ડિસ્પ્લે અને મલ્ટી હેલ્થ ફીચર્સ સાથે મળે છે ઘણું બધું- જાણો કિંમત