News Continuous Bureau | Mumbai
World Cheapest Petrol: પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના કારણે કારણે મોંઘવારી આસમાને પહોંચી રહી છે. સામાન્ય જનતા મોંઘવારીથી પરેશાન છે. ઘણા બિઝનેસ એક્સપર્ટ્સ માને છે કે, જો પરિવહનના માધ્યમોમાં વપરાતા ઇંધણની કિંમતમાં ઘટાડો કરવામાં આવે તો મોંઘવારીને અમુક અંશે નિયંત્રિત કરી શકાય છે. કારણ કે તેનો ઉપયોગ કારખાનાઓમાં થાય છે, મોટા-મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ, મશીનો ચલાવવા અને બીજા કામોમાં ઈંધણનો ઉપયોગ થાય છે. આપને જાણીને નવાઈ લાગશે કે એક એવો દેશ છે જ્યાં પેટ્રોલ માત્ર 1.5 રૂપિયા પ્રતિ લીટર છે. હા! તમે સાચું સાંભળ્યું. ઘણા મીડિયા રિપોર્ટ્સ મુજબ, વેનેઝુએલામાં પેટ્રોલ ઘણું સસ્તું છે, જ્યાં તમારે 1 લીટર પેટ્રોલ માટે 1.5 રૂપિયા ચૂકવવા પડે છે.
શું છે આ દેશોમાં ભાવ?
જો આપણે સૌથી સસ્તું પેટ્રોલ વેચવાની વાત કરીએ તો આ યાદીમાં ઈરાન પણ સામેલ છે. આપને જાણીને નવાઈ લાગશે કે, ઈરાનમાં 1 લીટર પેટ્રોલની કિંમત 4.76 રૂપિયાની આસપાસ છે. જ્યારે અંગોલામાં 1 લીટર પેટ્રોલની કિંમત 17.82 રૂપિયાની આસપાસ છે. આ સિવાય અલ્જીરિયામાં 1 લીટર પેટ્રોલની કિંમત 25.15 રૂપિયાની આસપાસ છે. આપને જાણીને નવાઈ લાગશે કે, કુવૈતમાં 1 લીટર પેટ્રોલ માટે તમારે માત્ર 25 થી 26 રૂપિયા ચૂકવવા પડે છે. સુદાનમાં આ કિંમત વધીને 27.53 રૂપિયા થાય છે.
આ સમાચાર પણ વાંચો: ખુશખબર / લાઈફ ટાઈમ ફ્રી, અનલિમિટેડ એરપોર્ટ લાઉન્જ એક્સેસ: જાણો કાર્ડના અન્ય ફિચર્સ
કઈ જગ્યાએ છે સૌથી મોંઘુ પેટ્રોલ?
આપને જાણીને નવાઈ લાગશે કે, દુનિયાનું સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં મળે છે. અહીં 1 લીટર પેટ્રોલની કિંમત 234.33 રૂપિયા છે. જ્યારે ફિનલેન્ડમાં તમારે 1 લીટર પેટ્રોલ માટે 208.40 રૂપિયા ચૂકવવા પડે છે. આઇલેન્ડમાં પેટ્રોલની કિંમત 206.48 રૂપિયા પ્રતિ લીટર છે. જે લોકો નોર્વેને સારો દેશ માને છે, તેમને જણાવી દઈએ કે, નોર્વેમાં 201.68 રૂપિયા પ્રતિ લીટર મળે છે. ગ્રીસમાં 1 લીટર પેટ્રોલ માટે તમારે લગભગ 199.76 રૂપિયા ચૂકવવા પડશે. આપને જણાવી દઈએ કે, આ દેશોમાં પેટ્રોલની આ સૌથી નજીકની કિંમત છે, જેમાં ક્યારેક-ક્યારેક વધઘટ આવતી રહે છે.
 
			         
			         
                                                        