ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ જૂન ૨૦૨૧
શુક્રવાર
કોરોનાના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસને કારણે ગંભીર ત્રીજી લહેરના અહેવાલો વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે હવે રાજ્યમાં પ્રતિબંધો હળવા થઈ શકશે નહિ. ઉપરાંત પૉઝિટિવિટી રેટ ઘટે તો પણ ત્રીજા તબક્કાથી નીચેના તબક્કાના નિયમો જિલ્લામાં લાગુ કરાશે નહિ. ત્રીજા તબક્કાના નિયમો મુજબ હવે રાજ્યમાં વેપારીઓને આખો દિવસ દુકાન ખુલ્લી રાખવા મળશે નહિ.
મહારાષ્ટ્ર સરકારે અગાઉ જાહેર કરેલી માર્ગદર્શિકા મુજમ ઑક્સિજન બેડ ઑક્યુપન્સી અને પૉઝિટિવિટી રેટ મુજબ પ્રથમ તબક્કામાં રેસ્ટોરાં, મૉલ્સ, ઈ-કૉમર્સ આખો દિવસ ચાલુ રાખી શકતાં હતાં. બાગ, ખાનગી, સરકારી ઑફિસો 100 ટકા હાજરી સાથે કામ કરી શકતા હતા. તેમ જ થિયેટરો, ફિલ્મના શૂટિંગની પરવાનગી, જાહેર કાર્યક્રમો, લગ્ન સમારોહમાં 100 ટકા છૂટ આપવામાં આવી હતી.
તો બીજા તબક્કામાં 50 ટકા ક્ષમતા સાથે રેસ્ટોરાં, મૉલ, થિયેટરો કાર્યરત થઈ શકતાં હતાં. જાહેર સ્થળો, મેદાન, બાંધકામ, કૃષિ કાર્યો, ઈ-સેવાઓ પૂર્ણપણે ચાલુ રાખવાની પરવાનગી હતી. જિમ, સલૂન, સ્પા, વેલનેસ સેન્ટર 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લાં રાખવાની પરવાનગી હતી.
વેપારીઓ ફરી નિરાશ, નવી ગાઇડલાઇનને કારણે હવે દુકાનદારોને વધુ છૂટ નહીં મળે;જાણો વિગત
પરંતુ આજના નવા આદેશ મુજબ હવે કોઈપણ જિલ્લામાં કોઈપણ કાળે પ્રથમ અથવા દ્વિતીય તબક્કાના નિયમો લાગુ કરી શકાશે નહિ. એટલે કે હવે વેપારીઓ માટે હાલાકી વધી ગઈ છે. ત્રીજા તબક્કામાં નિયમ મુજબ વેપારીઓ માત્ર ચાર વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકશે.