Site icon News Continuous Bureau | Mumbai

હવે કેબલ અને DTH બિલ સસ્તાં થશે! TRAIએ આ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો ક્યારથી થશે લાગુ 

Efforts afoot to have built-in satellite tuners in TV sets Anurag Thakur

તમે ડિશ વિના 200 ચેનલો જોઈ શકશો, એક પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય, ટીવી સેટમાં લગાવવામાં આવશે આ સિસ્ટમ

News Continuous Bureau | Mumbai

જો તમે પણ ટીવી (TV) જોવાના શોખીન છો તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇન્ડિયા ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે ટ્રાઈ (TRAI) દ્વારા એક નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. જણાવી દઈએ કે TRAI એ નવા ટેરિફ ઓર્ડર 2.0 માં સુધારો કર્યો છે, જે કરોડો ગ્રાહકો (DTH) ને અસર કરશે. ચાલો તે નવા નિયમ વિશે વિગતવાર જાણીએ.

Join Our WhatsApp Channel

જાણો શું છે નવા નિયમો

નવા નિયમો હેઠળ, 19 રૂપિયા કે તેથી ઓછી કિંમતની તમામ ચેનલો (TV Channels) ને બુકેમાં સામેલ કરવામાં આવશે. ટ્રાઈના આ નિર્ણય બાદ કેબલ અને ડીટીએચ (DTH) ગ્રાહકોને ઘણી રાહત મળશે.

આ સમાચાર પણ વાંચો: આ તારીખો નોંધી લેજો નહીં તો ડિસેમ્બરમાં પૈસા માટે મારવા પડશે ફાંફાં! આ 13 દિવસ બંધ રહેશે બેંક.. જુઓ રજાની યાદી

આ દિવસથી નવા નિયમો લાગુ થશે

TRAI તરફથી મળેલી માહિતી મુજબ નવી ગાઈડલાઈન 1 ફેબ્રુઆરી 2023 થી અમલમાં આવશે. આ સાથે ટ્રાઈએ કહ્યું છે કે તમામ ચેનલોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે 1 ફેબ્રુઆરી પછી ગ્રાહકોને તેમના દ્વારા પસંદ કરાયેલ ચેનલ અનુસાર સેવાઓ પૂરી પાડવામાં આવશે. TRAI દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તમામ બ્રોડકાસ્ટર્સે 16 ડિસેમ્બર, 2022 સુધીમાં  ચેનલનું નામ, ભાષા, ચેનલોની MRP અને ચેનલોના બુકેની રચના અને MRPમાં કોઈપણ ફેરફારની જાણ ઓથોરિટીને કરશે તેમજ તેમની વેબસાઈટ પર આવી માહિતી પ્રકાશિત કરશે.

આ ટકાવારી સુધી ડિસ્કાઉન્ટ

આ સિવાય, TRAI એ પણ કહ્યું છે કે તમામ બ્રોડકાસ્ટર્સ, તેમની પે ચેનલોના બુકેની કિંમત નક્કી કરતી વખતે, તે બુકેમાં તમામ પે ચેનલોની MRP ના સરવાળા પર મહત્તમ 45 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે. મહત્વનું છે કે અત્યારે માત્ર 33 ટકા ડિસ્કાઉન્ટ આપી શકાય છે.  પ્રસારણકર્તા દ્વારા પ્રોત્સાહક સ્વરૂપે પે ચેનલની મહત્તમ છૂટક કિંમત પર ઓફર કરવામાં આવતું ડિસ્કાઉન્ટ એ-લા-કાર્ટે અને બુકે બંને તે ચેનલના સબ્સ્ક્રિપ્શન પર આધારિત હશે.

આ સમાચાર પણ વાંચો: હંમેશા બોલ્ડ અને ગ્લેમરસ પોશાક પહેરે છે, આધાર કાર્ડમાં ઉર્ફી જાવેદ આવી દેખાય છે! અભિનેત્રીએ પોતે ચિત્ર બતાવ્યું

Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Corporate Salary Growth ટેક્સમાં રાહત અને નફો વધ્યા છતાં કર્મચારીઓનો પગાર વધારવામાં કંપનીઓ કેમ પાછળ? ઉદ્યોગ જગત પર ઉઠ્યા સવાલ
India Crude Oil Imports ક્રૂડ ઓઇલ સપ્લાયની રેસમાં બદલાયા સમીકરણ ભારતને તેલ વેચવામાં આ દેશ ટોચ પર, UAE ને પાછળ છોડી સાઉદી અરેબિયા બીજા સ્થાને
PM Modi on Indian Economy દુનિયામાં ભારતની આર્થિક ધાક PM મોદી બોલ્યા ‘વૈશ્વિક રેટિંગ એજન્સીઓ આપણી પ્રગતિના વખાણ કરી રહી છે’
Exit mobile version