News Continuous Bureau | Mumbai
દેશમાં પાક વર્ષ 2022-23 દરમિયાન 11.2 કરોડ ટન કરતાં પણ વધુ ઘઉંનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જે એક રેકોર્ડ સાબિત થશે. પાક વર્ષ 2021-22 દરમિયાન મોટા ભાગના રાજ્યોમાં હીટવેવને કારણે પાક પર પ્રતિકૂળ અસર થતા ઘઉંનું ઉત્પાદન ઘટીને 10.68 કરોડ ટન નોંધાયું હતું. વર્ષ 2020–21 દરમિયાન દેશમાં 10.96 કરોડ ટન ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન થયું હતું. આ વર્ષે હવામાનની સાનુકૂળ પરિસ્થિતિ તેમજ વધુ વાવેતર વિસ્તારને કારણે વધુ પાક થાય તેવી મજબૂત સંભાવના છે.
આ સમાચાર પણ વાંચો:કાલે ઉત્તરાયણમાં લોકો ઠંડીથી ધ્રુજશે, તાપમાન 10 ડીગ્રી આસપાસ રહેશે
આ વર્ષે ઘઉંનું કુલ ઉત્પાદન રેકોર્ડ 112 મિલિયન ટનને આંબે તેવી અપેક્ષા છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનાથી મુખ્ય રવિ પાક ઘઉંનું વાવેતર શરૂ થાય છે જેની લણણી માર્ચ એપ્રિલ દરમિયાન શરૂ થાય છે. પાક વર્ષ 2022-23 દરમિયાન અત્યાર સુધી ખેડૂતોએ ચાલુ રવિ સીઝન દરમિયાન 332.16 લાખ ટન ઘઉંની વાવણી કરી છે જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 329.88 લાખ ટન હતું. દેશભરમાં રાજસ્થાનમાં સૌથી વધુ વાવેતર (2.52 લાખ) થયું છે. ત્યારબાદ આ યાદીમાં ઉત્તરપ્રદેશ (1.69 લાખ), મહારાષ્ટ્ર (1.20 લાખ), ગુજરાત (0.70 લાખ), છત્તીસગઢ (0.63 લાખ હેક્ટર), બિહાર (0.44 લાખ હેક્ટર), પશ્વિમ બંગાળ (0.10 લાખ હેક્ટર), જમ્મૂ-કાશ્મીર (0.06 લાખ હેક્ટર), આસામ (0.03 લાખ હેક્ટર) છે. નિકાસમાં પણ વધારો થયો છે.
Join Our WhatsApp Community