News Continuous Bureau | Mumbai
ભારત અને દુબઈ ના સોનાના ભાવમાં ઘણો મોટો તફાવત છે. ભારતમાં સોનાની જે કિંમત હોય છે તેના કરતાં દુબઈમાં 5,000 થી 6000 રૂપિયા સોનુ સસ્તું હોય છે. આ કારણથી દુબઈ ફરવા જનાર લોકો ત્યાંથી સોનાની ખરીદી કરી લે છે. જોકે સરકારી કાયદાનું જ્ઞાન ન હોવાને કારણે ઘણી વખત પસ્તાવો થાય છે.
શું કહે છે ભારતનો કાયદો?
કોઈપણ વ્યક્તિ જે દુબઈ ફરવા ગઈ હોય તે વધુમાં વધુ 20 ગ્રામ સોનું ખરીદી શકે છે. જો તે વ્યક્તિ મહિલા હોય તો તેને 40 ગ્રામ સોનું ખરીદવાનો અધિકાર છે.
આ ઉપરાંત એક વર્ષથી વધુ સમય સુધી વિદેશમાં રહેનાર વ્યક્તિ દુબઈથી સોનુ ખરીદી શકે છે અને ભારત આવી શકે છે.
આ બે શરતો સિવાય જે કોઈ વ્યક્તિ મર્યાદાથી વધુ સોનું ખરીદે છે તેણે કસ્ટમ ડ્યુટી ભરવી પડે છે.
આ સમાચાર પણ વાંચો : National Sample Survey Office: દેશના કેટલા ટકા લોકોના ઘરમાં પાણીના નળ છે? કેટલા લોકો પાસે LPG સુવિધા છે? આ રહ્યા સરકારી સર્વેના આંકડા.
દુબઈમાં કયા કારણથી સોનુ સસ્તું છે?
દુબઈમાં સરકાર સોના પર ટેક્સ લગાડતી નથી. આ કારણથી દુબઈમાં સોનુ સસ્તું પડે છે. જે કોઈ વ્યક્તિએ સરકારને સોના પર ટેક્સ આપ્યો હોય તે રિફંડ મેળવી શકે છે.
તો તમે પણ દુબઈથી સોનું ખરીદતા હોવ તેનાથી પહેલા કાયદાકીય તપાસ અવશ્ય કરી લેજો.