News Continuous Bureau | Mumbai
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) તેના ધિરાણ દરમાં 35 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ સાથે જ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શશીકાંત દાસ એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશનો જીડીપી ઘટી શકે છે. આ માટે સુધારીત અનુમાન 6.8 ટકા છે. આ માટે પ્રમુખ રૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલી ઉથલપાથલ તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ જવાબદાર છે.
રિટેલ માર્કેટમાં ફુગાવો વધી રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આ ફુગાવાને કાબૂમાં લેવો છે અને તેથી તેમણે રેપોરેટમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંક નું અનુમાન છે કે ચાલુ વર્ષે ફુગાવાનો દર ચાર ટકા રહી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના આ નિર્ણયને કારણે હાઉસિંગ લોનના હપ્તા મોંઘા થશે. જે લોકો એ લોન લીધી છે અને તે લોન ફ્લેક્સિબલ રેટમાં છે તેમણે આગામી મહિનાથી વધુ પૈસા આપવા પડી શકે છે.
આ સમાચાર પણ વાંચો: દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી આગળ, સત્તાધારી ભાજપ ને હવે વિપક્ષમાં બેસવું પડશે.